SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા આપણા ગામના આ મુસલમાન કેમના વસવાટવાળા સ્થળને ' ગાંચીવાડા કહેવામાં આવે છે. દીવેલ તેલ વગેરે ખાવામાં, તથા દીવેલ ઘરમાં દીવા કરવામાં વપરાતું. દીવેલના જ દીવા ઘરે ઘરે માટીના કોડિયામાં કરવામાં આવતા. આ ઘાણી બળદ મારફતે ફેરવવામાં આવતી. આ તેલના ડબ્બા ઘણી જગ્યાએ વેપારી દૃષ્ટિએ જતા. અત્યારે આ બાજુ તેલિબીયાંના પાક પણ વધતા જાય છે અને હવે આ યાંત્રિક યુગમાં આ જૂની ઘાણીઓના સમય વહી ગયા છે. તેલની મીલો :– આપણા વતનમાં લગભગ છેલ્લા કેટલાક સમયથી તેલની મિલાની શરૂઆત થઈ. જેમાં પહેલાં શ્રી લક્ષ્મી ઓઈલ મિલ શરૂ થઈ. તેના યશ સાહસિક અને દાનવીર કાંટાવાળા કુટુંબને ફાળે જાય છે. જેમાંથી આજે હજારા ડબા તેલ તૈયાર થાય છે. તેના વેપાર સમગ્ર દેશમાં વ્યાપેલા છે, હાલ શ્રી મફ્ત કાન્તિ ઓઈલ મિલ, શ્રી જય ભારત એઈલ મિલ (નવાગામ), શ્રી એ. સી. કેાટન ઈન્ડસ્ટ્રીઝ વગેરે મિલે છે. ૪૨ જિનીગ, ફેકટરીઝ :– લગભગ ઇ. સ. ૧૯૨૪માં સૌથી પ્રથમ ગાંધી કેશવલાલ છગનલાલે અતિસિયા દરવાજા બહાર માણેકબાઈ શેઠાણીની ધર્માંશાળામાં કેટલાક સાંચાથી જિંનીગ ફેકટરી શરૂ કરી. તે એકાદ વર્ષ ચાલ્યા બાદ બંધ થઇ ગઈ. સામાન્યથી કેટલાક જૈન ભાઈઓએ ભાગીદ્વાર્દથી ‘ફ્રી જિનીંગ ફેકટનો શેઠ શામળદાસ નથુભાઈના બંગલા પાછળની જમીનમાં હવા પાસે શરૂ કરેલી. એક વર્ષે આ ફેકટરી પણ બધ થઇ ગઇ. કારણકે આ સમયમાં કપાસની સ્હેજ અછત હતી. આ સમયમાં શ્રી વાડીલાલ દેવચંદ પરીખે સ્ટેશન સામે પાર્કા મકાનમાં જિનીંગ ફેકટરી શરૂ કરી. સમય જતાં આ પણ 'બધું પડી. ‘આ’ બધી ફરતી જિનીંગ ફેકટરીના સમય બાદ કપડવણજમાં જિનીંગ ફ્રેકટરી અતસરિયા કરવાા બહાર કરશનપુરા જવાના માર્ગે, જમણા હાથે શેઠાણીની ધ શાળાની લગોલગ જમીન પર જશવતલાલ જયંતિલાલ જિનીંગ ફેકટરીના નામે સૌથી પ્રથમ જીન શરૂ કર્યું. તે ખાદ વતનમાં સારા એવા 'જીનીગ પ્રેસીંગ ફેકટરીઝ શરૂ થયા (કપડવણજથી મોડાસા સુધી કપાસ પેદા કરે તેવી જમીન હોઈ કપાસનુ ઉત્પાદન સારાપ્રમાણમાં છે. જ્યારથી કચ્છી પટેલભાઈએના આ બાજુ વસવાટ થયે ત્યારથી કપાસની ખેતી ઉત્પાદનમાંવધારો થયા. ++ જશવંતલાલ જયંતિલાલ જિનીંગ ફેકટરીની શરૂઆત કરવાના યશ શ્રીધાડીલાલ મગનલાલ શાહુ એટલે ધાડીલાલ જૈનવાળા તથ્ય તેમના ભાઇ પાનાચંદભાઇને ફાળે જાય છે. ૧. કપડવણુંજ કાટન જિનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી (મોડાસા રોડ), * ૨. જે. આર. વખારિયા એન્ડ સન્સ, ૩. ઠાસરા જિનીંગ પ્રેસીંગ, ૪. ડો. વકીલ પ્રેસીંગ ફેકટરી (આવળાવાળા અંબીકા જિનીંગ એન્ડ એલિ મિલ).
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy