SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા આ સમયમાં કદાચ સફદરખાન બાબી હાવાનેા સંભવ છે. ઈ. સ. ૧૭૨પ ગુજરાતમાં પગભર રહેવા હમીદખાનને પક્ષમાં લઈ મહી નદી સુધી કનાજી આવ્યા. અહીં પીલાજી ગાયકવાડ તેમને મળ્યા. સર ખુદલાખાને અમલદારોની ફેરબદલી કરી અને તેના દીકરા ખાન્ડ્રુઝાદખાનને ફોજ સાથે મરાઠા લશ્કર સામે મોકલ્યા. તેણે મરાઠા લશ્કરને સોજીત્રા પાસે હરાવી નસાડડ્યા. ખાન્ડાઝાદખાન તેના ભાઈ શાહનવાઝખાનની છાવણીમાં આવ્યો. મરાઠાઓ પાછા આવ્યા. કપડવણજ મુકામે ખાન્હઝાદખાન તથા તેના ભાઈ એ સાથે મળી મરાઠા લશ્કરને હરાવી ટાઉદેપુરના ડુંગરામાં નસાડચા. ઈ. સ. ૧૭૩૬ રંગાજી ગુજરાત ઉજ્જડ કરતા ધોળકા પહોંચ્યો. ત્યારે અમદાવાદના સુબેદાર રતનસીંગ ભંડારીએ રંગાજીને વિરમગામ નસાડ્યો. આ સમયે ઠાસરામાં વસતા મરાઠાઓએ કાળી લેાકેાની મદદથી કપડવણજ પર ધસારો કરી કપડવણજ હસ્તગત કર્યું. કપડવણજને નવાખફાદાર થોડી ઝપાઝપી બાદ કસબાનીની મદદથી નાસી છૂટયો. ઈ. સ. ૧૭૪૪-૪૫ મરાઠા સરદાર સાથે શેરખાન બાબીએ યુદ્ધ કરી કપડવણજના કબજો કર્યાં. શેરખાન બાબીને એ પત્નીઓ હતી અમીના-લાડલી. ઈ. સ. ૧૭૪૬ માં ત્રંબકરા, પુનાજી, વિટ્ટુલ અને કૌલા આ ત્રીપુટી (કેટલાક ગંગાધર, કૃષ્ણાજી અને ફકરૂદૌલાનાં નામ ગણે છે.) જે મુલકમાં ચોથ ઉંધરાવતા હતા. તે મુલકા દબાવી બેઠા હતા. આથી રંગજીએ શેરખાનની મદદ માગી. શેરખાન નડીયાદ, મહુધા લૂટી કપડવણુજ કે જેના મરાઠા સરદારોએ કબન્ને કરેલા હતા ત્યાં હુમલા કર્યા, પણ તેમાં તેણે હાર ખાધી. તેને ખબર પડી કે રંગાજી વાસનાર આવેલ છે. એટલે રાતરાત પુનાજી અને ફકરૂદૌલાની નજર ચુકાવી નાઠા, અને બીજે દિવસે વાડાસિનારમાં મળ્યેા. તેઓએ ફકરૂદૌલા સાથે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધ શરૂ થતાં ફકરૂદોલાએ તાપ અને બંદૂકથી મારો રારૂ કર્યાં. અગ્નિ પ્રજવલિત થયા અને કતલથી કાળા કેર વર્તાયા. સોનેરી રંગના દબદબાથી સવારના પહેરમાં પૂર્વ દિશાએથી ઢોલ વગાડયુ અને નિશાન ફરકાવ્યું. ફકરૂદૌલાના લશ્કર સામે લશ્કર ગોઠવાયાં. યુદ્ધક્ષેત્રની રણચંડી શરૂ થઈ. અન્ને બાજુનાં લશ્કર સામસામાં આવી જતાં ધૂળના રજકણે! ઊડતાં સૂર્ય આંખો દેખાવા લાગ્યો. યોદ્ધાએ ચારે પગે ઘેાડા દોડાવતા તુટી પડ્યા. પહેલાં જ હુમલાથી કસબાનીએન પાયા હાલી ઉડડ્યા, અને પૂઠ ફેરવી નાઠા. ઢોલ વગાડનારના હાથ હેઠા પડયા. ઢોલન ચામડાં તૂટી ગયાં. સાહસ અને શૌર્યના નમૂના રૂપ શેરખાન બાબી બેવડી હિંમતથી ઉછળ્યો, અને ગયેલી આબરૂ મેળવવા મેદાનમાં આગળ થયો, પણ તેના ઘેાડાને ગોળી વાગી, તેણે લાખ ડી ખખ્ખર પહેરેલું હોવાથી ખચી ગયો, પણ દુશ્મનના લશ્કરમાં તે ઘેરાઈ ગયો. એટલામાં તેના ભીસ્તીએ તેને પોતાના ઘોડો આપી રવાના કર્યો, અને આ વફાદાર ભીસ્તી પેાતાના માલિકને બચાવવા જતાં શહીઢ થયા.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy