SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કપડવશુજની ગૌરવ ગાથા યોગ્ય સાધન નથી. કિલ્લાના એક દરવાજે મીઠા તલાવના દરવાજે (જ્યાં સરદાર બાગ છે ત્યાં) દરવાજાના દ્વારના ઉપરના ભાગમાં બન્ને બાજુ બે નાનકડાં રજપૂત દ્વારપાળનાં તલવાર અને ઢાલ લઈને ઊભેલાં પૂતળાં છે. મુસ્લિમ સમયમાં કપડવણજ : બે એક સૈકા શાંતિથી પસાર થયા બાદ, અવદશાના આરે ઉભેલ રજપૂત રાજ્યના પતન બાદ, લગભગ ૧૩મી સદીમાં મુસલમાની રાજ્યને અમલ શરૂ થયો. ૧૩મી સદી પહેલાં મેટા વહેપાર કરી શ્રેષ્ઠીઓએ ધર્મ માટે ખજાના ખુલ્લા મૂક્યા હતા, તે સમયમાં કપડવણજમાં સારી જાહોજલાલી હતી. અંધેયુગ પહેલાં ધનાઢ૦ અને ધાર્મિક પુરૂષએ ભવ્ય મંદિર અને જિનાલયોમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. દૂર પરદેશમાં પરિભ્રમણ કરનાર પુરૂષાથી દુરદેશી વિચાર અને વાણિજ્ય નિષ્ણુએ વતનને વિકસાવવા અથાગ પ્રયત્ન કરી–આદૃરી ઉન્નતિશંગે આરૂઢ કરેલું. આ ઉદ્યોગનું કેન્દ્ર અને ધર્માચાર્યોનું આકર્ષણ ધામ હતું. શ્રેણીઓની પ્રતિષ્ઠા દૂર દૂર પ્રકાશિત હતી. અરે ! કેને કાળના પ્રહારો સહન કરવા પડતા નથી ! - ઈ. સ. ૧૩૦૦ થી ઈ. સ. ૧૪૦૦ ની અરશતવણી અંધાર રાત્રીઓ કાળની કાતિલ કાતરે કઠિન સૈકાની તવારીખે ધીમે ધીમે કાપી. કપડવણજના કપાળે આ દુર્ભાગી યુગમાં હુમાયુના સમયમાં અને ફિરોજશાહના ધર્માધ વજીર ઝફરખાને શાહી જુમ્મા મસ્જિદ બાંધી. જેનું છતનું સ્થાપત્ય છે. ઈતિહાસના વિદ્વાને તેને મંદિરમાંથી મસ્જિદમાં ફેરવાલ એમ માને છે. (જુએ ચિત્રો ન. ૧૫, ૧૬, ૧૭, ૧૮) તેવીજ રીતે ધર્માન્યતાના કારણે અમલી મસ્જિદ (જએ ચિત્ર નં- ૧૯) પણ એક મંદિરનું મસ્જિદમાં રૂપાંતર થએલ છે. તેનું સ્થાપત્ય જોતાં જ સંપૂર્ણ મંદિર લાગે છે. ઈ. સ. ૧૪૫૧ માર્ચ માસની ૧૧ મી તારીખે ગુજરાતના નિર્બળ બાદશાહ મહમદશાહને તેના અમીરેએ ઝેર આપી મારી નાખ્યો, અને નડીયાદ રહેતા જલાલખાન કુતબુદ્ધિન નામ ધારણ કરી ગાદીનશીન થયો. માળવાના સુલતાન મહંમદ ખીલજીને ગુજરાતની ઉપરોક્ત સ્થિતિની જાણ થતાં, તે ગુજરાત પર ચઢાઈ લાવ્યો. વડોદરા લૂંટી નડીયાદ આવ્યો અને ત્યાંથી આગળ વધીને કપડવણજની યુદ્ધભૂમિ પર પડાવ નાખ્યો. ગુજરાત અને માળવાનાં લશ્કર કપડવણજની યુદ્ધભૂમિ પર તા. ૨૨–૨–૧૪૫ર ને ભેગાં થયાં. (બીજો મત તા. ૧૦–૨–૧૪૫૩ જણાવે
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy