SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ દક્ષિણ તરફના સરખલિયા દરવાજે મુસ્લિમોને વસાવ્યા હતા. પાસે સખીદાસ શેઠે બનાવેલા કૂવાને કારણે (સખીદાસને કૂવો પાસે હોવાથી) આ દરવાજે સરખલિયે દરવાજે કહેવાયે. આ બાજુના રક્ષણ માટે મેવાતી જાતના મુસ્લિમોને અહીં વસાવ્યા. હાલમાં તેમની વસ્તિ નથી. પૂર્વ તરફને દરવાજે એ અંતિસરીયા દરવાજાના (જુઓ ચિત્ર નં ૫) નામે ઓળખાય છે. પૂર્વ તરફ અંતિસર ગામ આવેલ હોવાથી તે અંતિસરિયા દરવાજાના નામે ઓળખાય છે. આ બાજુ રક્ષણ માટે બેહરીમ અટકવાળા મુસલમાનોને વસાવ્યા અને તેમને એ બાજુની જમીન ઇનામી જાગીરમાં આપેલી. તેમની જમીનર વાવ છે. જેને “બીડની વાવ” કહે છે. આ કિલ્લાને પૂર્વદરવાજે ઘણા જૂના સમયમાં બંધાએલ તેની ખાત્રી “મીતે સીંકદરી” આપે છે. તે વતનના ગદ્દારની તવારીખ. તેનું માથું અહિં લટકાવવામાં આવેલું. નદી દરવાજો : (જુઓ ચિત્ર નં. ૬) ગામના રક્ષણ માટે જઈ” નામના મુસલમાનોને લાડણ બીબીએ વસાવેલ, પણ આ રક્ષકોએ એક માટે માતેલે ઘેટો ખેલ. આવતા જતા દરેક પ્રજાજન વેપારી વગેરેને ફરજિયાત આ ઘેટો સુંઘાડતા. પ્રજા આ જુલ્મથી ત્રાસી ગઈ, જેથી લાડણ બીબીએ તેઓને દૂર કરી સજા કરી. તેમની જાગીર ( વરસી મહેર વચ્ચેનાં ખેતરો) લઈ લીધો અને પ્રજાને ત્રાસમાંથી બચાવેલ. તેમનાં ઘરે નદી દરવાજાની અંદર હતાં જે તેડી પડાવેલ. હાલ ત્યાં રાવળ અને ડબગર પ્રજાની વસતિ છે. અહીં એક નાનકડે દરવાજે બનાવેલ જેને “ઘાંચી બારી” કહેવામાં આવે છે. કપડવણજ જૂના કાળથી વસેલું છે. તામ્રપત્રોથી જાણવા મળે છે કે તે સમયે કર્પટવાણિજ્ય ના નામે તે પ્રચલિત હતું. પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશા જોતાં, તથા જૂના લશ્કરના માર્ગો જોતાં કર્પટવાણિજ્ય શબ્દ જડે છે. તામ્રપત્રોમાં પણ કર્પટવાણિજ્ય શબ્દ છે. ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરમાં, લશ્કરોની અવરજવરમાં તે પણ ગણનામાં હતું. આથી આ પણ એક મોખરાનું સ્થાન ધરાવતું હતું. રાજપૂત રાજ્યના પતન બાદ મુસ્લિમ શાસકે આવ્યા. તે કહેવાય છે કે (રાધનપુરના નવાબ જનાનખાનાની) બેગમ લાડણું બીબી અહીં આવી અને તેને નવરચના કરી, તેણે કપડવંજના શ્રીમતે તથા જૈન શ્રીમ તેને સાથે મળે. પ્રજાને કેમવાર વષવાટ કરાવ્યું. કિલ્લાની નવ-રચના કરી. કેટલેક સમય અત્યાચારને હતે તે સમયે કપડવણજથી કેટલાક કંસારા, પંચાલે તથા વહેરા બિરદોએ આ ગામ છોડી અન્ય સ્થળે ગયા. કંસારા–ઈ નડિયાદ, વિસનગર ગયા. જે હજુ કપડવંજ કહેવાય છે. વહેરા બિરાદરે-જૂની વહોરવાડ કહેવાય છે તે સ્થળ છોડીને સુરત તરફ જતા રહ્યા. પંચાલેલુહારે)એ પણ કપડવંજ છોડેલું.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy