________________
ગૌરવ દશમું – કપડવણજની પાળા
મરાઠા યુગમાં આ ખડકીની પાછળથી કસ્બા જવાતું પરંતુ પાછળથી વડો વાળી લીધેલા હાવાથી તે વંડાની ખડકી કહેવાતી. આ ખડકીમાં ઘણાં સુખી કુટુંબે રહે છે, જેમાં ગુજરાત રાજ્યના એક સમયના ધારાસભાના વિરોધપક્ષના નેતા તથા વર્ષોથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને પ્રજા સેવા કરનાર શ્રી નગીનભાઈ વાડીલાલ વકીલ, જૈન ધર્મના કાઈ પણ ધાર્મિક કાર્યોંમાં જેના વિના ના ચાલે તેવા શ્રી પાનાચંદ્ર લીંબાભાઈ ગાંધી તથા એક જમાનામાં સઘ કાઢનાર શ્રી મગનલાલ પ્રેમચંદભાઈ ગાંધી જે મગનબાપાના નામે શ્રી નગીનભાઈ ગભુભાઈ ગાંધી જેમણે મ્યુ.ના વર્ષોના સભ્ય તરીકે હાદા
સેવા કરી છે.
૧૯૦
ઓળખાયા તથા પર રહી પ્રજાની
ગારવાડા : કસારાવાડાના ચકલે જમણી બાજુ ગોરવાડાના નામે માટે લત્તા છે. જેમાં પ્રવેશતાં જ ડાબી બાજુ નાનકડી ખડકી છે અને કુશળ કલ્યાણી માતાની ડેરી છે. અહીં બ્રાહ્મણાની વસ્તી છે. આગળ જતાં સામ સામી નાની મોટી ખડકીએ છે, ત્યાં બ્રાહ્મણાની વસ્તી છે. આગળ જતાં ડાબા હાથે કૂવા છે. આ સ્થળના કપડવણુજના નગરશેઠના કુટુંબના શ્રી શામળભાઈ નથુભાઈ શેઠનાં મેડાબંધી ભવ્ય મકાના તથા બગીચા વગેરે વિશાળ રીતે સુશોભિત હતાં. આ સ્થળે પહેલાં તેમની અશ્વશાળા હતી અને ઉપરનાં વિશાળ મકાના ભૂતકાળની ભવ્યતાના ખ્યાલ આપે છે. આ સ્થળે કપડવણજમાં પ્રથમ છાત્રાલય તથા ક્રિડાંગણુની શરૂઆત થયેલ. આ સ્થળની સામે શેઠિયા કુટુ એએ પોતાના અશ્વો તથા અન્ય વ્યવસ્થા માટે એક રાવત રાજપૂત કુટુંબ વાડાશિનારથી લાવીને વસાવેલુ જેમાં પહેલા એ જ ભાઇઓ શ્રી નાથાલાલ ડાહ્યાભાઈ કરીને આવેલા, જેએ પાછળથી ઘેાડાગાડી, ખગીઘેાડાએ તથા વઘેાડા માટે જરૂરી સામાન રાખતા અને તેને ગામના દરેક કામના વઘેાડા વખતે ઉપયોગ થતા.
આ વિભાગ પછીથી કસ્બાની શરૂઆત થાય છે. પહેલાં ગારવાડામાં વૈષ્ણવ સંપ્રદાયનું મદિર હતું. હાલ જે દરજીવાસમાં છે તે નવુ બનાવ્યું છે.
જેસી ગભાઈ શેઠની ખડકી : શેઠ વ્રજલાલ મેાતીચંદના વારસદારોમાં નગરશેઠ શ્રી જેસીગભાઇ પ્રેમાભાઇની પાળના નામે ઓળખાતી આ પોળ પહેલાંના કપડવણજની ભવ્યતાના ખ્યાલ આપતા પહેરેગીરોથી શોભતી હતી. આ પુણ્યશાળી ધરતી પર હજુ ભવ્ય મકાન છે. આ સ્થળે શ્રી જયંત સાજનિક હાસ્પિટલ તથા શ્રી મેનાબેન પારેખ આંખ વિભાગ શેભે છે. આ નગરશેઠની ખડકીમાં ગામના સપૂત શ્રી વાડીલાલ મનસુખરામ પારેખના વસવાટ છે, જે ગામમાં તથા જૈન સમાજમાંના એક સજ્જન હતા, તેમના ઉચ્ચ વિચા અને ભાવનાને લીધે તેમને સંતના લાડીલા ઉપનામથી ઓળખતા.