SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા કરી કે તરત જ શેઠે પાછી સુપ્રત કરતાં જણાવ્યું કે “બંદગી માટે મસ્જીદ તરીકે, તેને તૈયાર કરો.” જુમ્માની નમાઝ પઢો. ૧૯૨ ઈસ્લામપુરાની મસ્જીદ : કસ્બાની જમાતમાંથી વીસ ઘર અલગ પડીને ઈસ્લામપુરામાં વસ્યાં. આ જમાતે અહીં પોતાની અલગ મસ્જીદ બનાવી, પણ તે છાપરાની હાલતમાં હતી. તેને જાત મહેનતે ઉઘરાણું કરી જનામ અલી મહમદ સૈયદ સાહેબે તૈયાર કરાવી. તેમાં વજ્ર કરવા માટે સકાવા છે. તેના વહીવટ ઈસ્લાનપુરા જમાત કરે છે. દાઉદી વહોરાની મસ્જીદો કપડવણજમાં દાઉદી વ્હારા કામની આઠ મસ્જીદ આવેલી છે. તે નીચે મુજબ છે. (૧) માટી હારવાડમાં કુતમીશેરી આગળ માટી મસ્જીદ આવેલી છે, (જે માટી મસ્જીદ તરીકે ઓળખાય છે.) (૨) મસ્જીદની શેરીમાં એક મસ્જી આવેલી છે. (જે શેખપુરાની મસ્જીદ તરીકે ઓળખાય છે.) (૩) નાની વહારવાડમાં મસ્જીદ આવેલી છે. (જે તૈયમપુરાની મસ્જીદના નામે ઓળખાય છે.) (૪) પૌયાબજારમાં કુંડવાવ પાસે મસ્જીદ આવેલી છે. (જે કુંડવાવની મસ્જીદના નામે ઓળખાય છે.) (૫) સુથારવાડાના ચકલા આગળ એક મસ્જીદ આવેલી છે. (જે ભણુકોરાની મસ્જીદના નામે ઓળખાય છે.) (૬) આઝાદ ચાકમાં ગાંધીજીની પ્રતિમા પાસે દાઉદી વ્હારા મુસાફર ખાના (ધર્મશાળા) માં મસ્જીદ આવેલી છે. (૭) કપડવણજમાં મીઠા તળાવના દરવાજા આગળ (એસ.ટી. સ્ટેન્ડ પાસે) એક મસ્જીદ આવેલી છે. (તે ખીજમીન મલેક સાહેબની મસ્જીદના નામે ઓળખાય છે.) (૮) ઝેર-નિરમાલી રોડ ઉપર વ્હેરા કબ્રસ્તાન આવેલુ છે. તેમાં એક મસ્જીદ છે. વ્હારવાડની વિશિષ્ટતા વ્હારવાડમાં માટી મસ્જીદ ઉપર ટાવર આવેલા છે. તે ટાવરનુ (જીઆ ચિત્ર ન. ૧૦૧) બાંધકામ દાઉદી વ્હારા કામના કપડવણુજ ખાતેના મુલ્લાજી શ્રીઇબ્રાહીમ ભાઈસાહેબના હસ્તે દાઉદી વ્હારા કામમાં ફંડ કરીને કરવામાં આવેલું. કપડવણુજ દાઉદી વ્હારા કામના અગ્રણીય વ્યક્તિને દાઉદી વ્હારા કામના ધર્મગુરુ તરફથી મળતી પદવીને મશાએખ (શેખ) કદ છે. એન. કે. ડી.- (૧) મુલ્લા કીકાભાઈ જાફરજી રાવત. તેઓ એન.કે.ડી છે. તેમના ધંધા કમીશનના છે. તેઓ કપડવણજ જમાયત કર્મેટી તથા મદ્રેસા કમીટીના મેમ્બર છે. (ર) મુલ્લા ખરુદીન અબ્દુલ તૈયખભાઈ ખાકીર ભાઈવાળા. તે એન.કે.ડી. છે. તેમના ધંધા લેનર્ડ ના છે. તેઓ હાલમાં ખરીઢા રહે છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy