SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા વિધવિધ સ્વરૂપે શિલ્પ સાહિત્ય વિજ્ઞાન કલા વગેરે ક્ષેત્રમાં અવકાશ પામીને કેન્દ્રિત રૂપ પામે તેવા સ્થળને આપણે નગરના નામથી ઓળખીએ છીએ. આથી નગરનાં કે પાટનગરનાં અલગ અને વિશેષરૂપે થયેલાં નિરૂપણ ઈતિહાસ માટે આસ્વાદ્ય અને આવકાર્ય બની રહે છે, જે વડે કાંઈ યુગ કે કાલના સંદર્ભમાં તેનાં વિકાસનું ચિત્ર પામી શકાય છે. પ્રત્યેક સ્થળને પોતાના નિયમ હોય છે, જે તેના વિકાસ અને વૃદ્ધિને દોરે છે. વસ્તી અને પરિસ્થિતિને ગાઢ સંબંધ હોય છે. આ પરિસ્થિતિ સકિ અને માનવકૃત પરિબળ પર નિર્ભર હોય છે અને પરિસ્થિતિ તથા સમાજ વચ્ચે સંબંધ જટીલ હોય છે. સામાજિક પરિબળનાં ઉદ્ભવ કેન્દ્ર તરીકે નગરને ઓળખીએ તેટલું પૂરતું નથી. એની સાથે સમાજનો અભ્યાસ એટલો જરૂરી છે. સમાજનું પૃથકકરણ નગરના વિવિધ ભાગોની અર્થપૂર્ણ સમજ આપે છે. તે સાથે વસ્તીના ગતિશીલ પાસાને પણ આવશ્યક રીતે તપાસવો રહ્યો. ઉપરાંત રાત્રિ-દિવસ દરમ્યાન વસ્તીની વધ-ઘટને પણ અવકવી જોઈએ. અર્થાત્ માણસની આવન-જાવનને પણ તપાસવી ઘટે. આ પ્રકારે પર્યાવરણને અભ્યાસ પણ જરૂરી ખરે. નગર એક જીવંત પ્રક્રિયા છે; કારણ માનવવૃત્તિઓથી તે ધમધમતું રહે છે. પરિ ણામે તે બધાનું પ્રતિબિંબ તેનાં અંગોપાંગમાં જેવું, પ્રાપ્ત થાય છે. પરંતુ નગરમાં ઉપયોગી તાવ અથવા એનું નાભિ કેન્દ્ર છે તેમાં રહેતી વસતી અને જીવતો સમાજ. આથી નગરીય સમાજનો અભ્યાસ વિદ્વાનોને આકર્ષે છે. નગરીય સમાજ ઈમારતો અને પળેની જટીલતા વચ્ચે જીવે છે. આથી નગરનું પર્યાવરણ જેટલું સ્ત્રી અને પુરુષને સ્પર્શે છે તેટલું જ મકાને અને દુકાનોને. કારણ જૂથે અને વર્ગો, જે નગરીય સમાજને ઘડે છે તે, વિશિષ્ટ વિસ્તારોને અંકે કરે છે. તેમના વ્યવસાય વિશિષ્ટ હોય છે અને જીવન પણ વિશિષ્ટ રીતે જીવે છે. આમ શહેરના વિશિષ્ટ વાતાવરણનું સર્જન થાય છે. આ રીતે પ્રત્યેક શહેર વિલક્ષણ પિત ધરાવતું હોય છે. આથી એને ઇતિહાસ વિલક્ષણ હોય છે. એનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ હોય છે. આ કારણે શહેરના ઐતિહાસિક અભ્યાસ માટે આ અભિગમ સ્વીકારાય છે. મોટા ભાગનાં શહેરો પર્વતમાળાની તળેટીમાં કે રણની ધારે કે દરિયા કિનારે કે નદી તટે, જમાં કુદરતી કે કૃત્રિમ પાણીને સારો પુરવઠો હોય ત્યાં ઉદ્દભવતાં હોય છે. આ સંદર્ભમાં આ ગ્રંથનું વાચન આસ્વાદ્ય બને તેવું છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy