________________
૯૮
કપડવણજની ગૌરવ ગાથા
ઉભા રહેવાને અભિગ્રહ કરેલ. સંજોગવસાત્ ગધેડાં લઈને પ્રજાપતિ બહાર ગયેલ. પ્રાતઃકાળે નિયત સમયે ગધેડાં ભૂક્યાં નહિ અને પછી બે ત્રણ કલાકે આવ્યાં. બાદ મેડાં ભૂક્યાં. પૂ. ઉપાધ્યાય મહારાજને કયેત્સર્ગ લંબા. આ સમયમાં તેઓશ્રીએ સત્તર ભેદી પુજાની રચના કરેલી. (પ્રમુના ગુણગાનની જે રચનાઓ થાય છે તેને એક પ્રકાર). વર્તમાનમાં તેને જીર્ણોદ્ધાર કરીને સુંદર બનાવે છે. (જુએચિત્ર નં ૪૪)
શ્રાવિકા ઉપાશ્રય : ઢાકવાડીમાં શ્રી શાંતીનાથ પ્રભુના જિનાલયના અન્તર્ગત શ્રીમાણેક શેઠાણીનાં શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસર નજીક શ્રાવિકા ઉપાશ્રય છે દેરાસરને લાગીને). (જુઓ ચિત્ર નં ૪૫)
લોહડી પિસાળનો ઉપાશ્રય : શ્રીચૌમુખજીના દેરાસર પાસે અને શ્રાવિકાઓના ઉપાશ્રયની પાછળ આ (લહુડી પોસાળને) ઉપાશ્રય છે. જ્યાં લગભગ સંવત ૧૯૩૩-૩૪ ઈ. સ. ૧૮૭૭-૭૮ લગભગમાં એક સૈકાના સમયે એક મહાન ત્યાગી, તપસ્વી, મંત્ર તંત્રના મહાન ઉપાસક, યતિજી પરમ પુજ્ય શ્રીરામવિજયજી મહારાજ સાહેબને ત્યાં વસવાટ હતું. મારા પુજ્ય પિતાશ્રીએ આયુર્વેદશાસ્ત્ર અને સાથે સાથે તિ૬ જ્ઞાનને અભ્યાસ તેમની પાસે કરેલું. તે દાતા સદ્દગુરુ અને સફળ આશીર્વાદ આપનાર સિદ્ધ પુરુષ હતા. તેમની સિદ્ધિઓને ઉપગ સંકટ સમયે ભાવિક પુણ્યાત્માઓની મુશ્કેલીઓ દુર કરી નિર્મળ માર્ગે વાળવાને હતે. પિતાની શક્તિથી કંચનથી દુર હોવા છતાં કંચન વરસાવી શકવાની શક્તિમાન સિદ્ધયતિ હતા. પૈસાને વહીવટ ઉપગ અન્ય વ્યક્તિઓના સત્કાર્યો અગર જીર્ણોદ્ધારમાં કરતા. બીજી ચીજો લાવતા ત્યારે વેપારીને પિતાના આસન નીચેથી જરૂરી નાણાં લઈ લેવાની સુચના આપતા, ત્યારે માલની જ કિંમત નીકળતી. સવારે તેમનું આસન સાફ સફાઈ કરી પાથરનારને નાણું મળતું નહિં, પણ યતિશ્રી આસન પર બેસે ત્યારે જેને જે કંઈ જોઈએ તેટલું જ તે આસન ઊંચું કરવાથી મળતું. આવી અનેક શક્તિઓ અને સિદ્ધિઓની વાતેનાં સ્મરણ મળે છે. (જુઓ ચિત્ર ન. ૪૬) . - આસનસિદ્ધ યૌગિક શક્તિ વિરલવિભુતીઓમાં જ હોય છે. મારા પિતાશ્રીને આપેલા આર્શીવાદના ફળ મરણની અંતિમ ઘટી સુધી મેં જોયાં છે, જાણ્યાં છે.
ભંડારે, પાંજરાપોળ, ધર્મશાળાઓઃ આપણા ગામના વિશા નીમા વણિક સમાજના દાનવીર શેઠીયાઓ, કે જેમના નામે આપણું વતન ધાર્મિક સામાજિક ક્ષેત્રે ઘાણે જ પ્રગતિ કરી રહેલ છે. આ ગામના નગરશેઠ પણ જૈન કેમના જ. 'હારા બિરાદરે કે અન્ય કેમના દાન પ્રવાહ કરતાં આ કેમને દાન પ્રવાહ જ હતું. તેમાંયે નગરશેઠના કુટુંબને કપડવણજની ધરતી કદી જ ભૂલી શકે તેમ નથી. નગરશેઠની શેઠાઈ ધર્મ તથા ગામના નાગરિકે તરફની તેઓની ભાવના એ એક આ ગામ માટે જરૂર આશીર્વાદ રૂપ હતી.