SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા શિવલિંગને વીંટળાઈને ઝરણું વહે છે. સન્મુખ પણ ઝરણું વહે છે. આ ડુંગરમાંથી પ્રગટેલાં ઝરણાં અખંડ અભિષેક કરતાં હોવાથી આ જળપ્રવાહ મહાદેવજીની પ્રદક્ષિણા બાદ ગૌમુખ દ્વારા બહાર આવે છે. અખંડ જળપ્રવાહવાળું સ્થળ આ “જલલૂત” કહેવાય છે. ઉત્તર ગુજરાતના સૌંદર્યધામ બાલારામ મહાદેવ જેવું કુદરતી લીલાઓથી સૌંદર્યવાન એવું આ સ્થળ છે. શિવાશ્રમ: આંત્રોલીમાં પરમહંસ શ્રીસ્વામી શિવાનંદજીના પવિત્ર વિચારોના વહન માટે આ આશ્રમ તેમના ભક્તો તરફથી ચાલે છે. હાલ તેને વહીવટ તેના ટ્રસ્ટીઓ કરે છે. પરમહંસ શિવાનંદજી સ્વર્ગવાસ સંવત ૧૯૯૬ આ વદી ૧૪ મંગળવારે થયેલ. તેમણે લખેલ “અસ્ટાંગ યોગ” નામનું પુસ્તક ટ્રસ્ટીઓ તરફથી બહાર પડેલ છે. શ્રી કામનાથ મહાદેવઃ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ સામે આશરે બે ત્રણ વાંસ ઊંચી એક ટેકરી છે. જે શ્રીશિવાનંદની ટેકરી નામે ઓળખાય છે. તેના ઉપર ભગવાન કામેશ્વર મહાદેવનું દેવાલય છે. જે અમદાવાદના જાદાભગતની પિળના પટેલ પુરસોત્તમદાસ જેઠાભાઈ બિલાડીવાળાના પૌત્ર શેઠ કહાનદાસ જમનાદાસે બંધાવેલું. તે સંવત ૧૯૩૦ થી તેમના દીકરા શેઠ મનસુખરામે સંભાળેલું. તેમના નાના દીકરા પા. દામોદરદાસ માનસુખરામે સંવત ૧૯૬૧ માં જીર્ણોદ્ધાર કરી સુધરાવેલું. તેમને વોટ બંધુ પા. અંબાલાલ મનસુખરામે યાત્રાળુઓ માટે સાધનસગવતાવાળી ધર્મશાળા રૂા. ૨૫૦૦૦- ના ખર્ચે સંવત ૧૯૮૭ માં બંધાવેલી છે. સારી સગવડતાવાળી ધર્મશાળા તથા કૂવો છે. જનતા માટે ખુલ્લી મુકી તેને નિભાવ તથા વહીવટી ખર્ચ પોતે જ કરે છે. આ શિવાનંદની ટેકરી પર ચઢવાની ઘણી જ અગવડ હતી, તે લક્ષમાં લઈ મોટાભાઈ શેઠશ્રીમતીલાલે પગથીયાં પગથાર કૃ બંધાવી ઘણી સારી એવી સગવડ કરી. આ સ્થળે વાત્રકને વેગીલે પ્રવાહ ચાલુ જ રહેવાથી ધક્કાથી આ સ્થળની અવારનવાર મરામત ચાલુજ રાખવી પડે છે. શેઠ શ્રીમેતીલાલના સુપુત્રો શ્રીદરીયાપ્રસાદ, શ્રી જયપ્રસાદ, શ્રી જયેન્દ્રપ્રસાદ તથા શ્રી બળદેવપ્રસાદ તરફથી સંવત ૨૦૧૫ માં વહીવટ લીધા બાદ ઘણું સારું એવું ખર્ચ કરી આ સ્થળને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે. આ સ્થળ અને આ કુટુંબ માટેની સત્ય ઘટના ઉત્કંઠેશ્વર મહાદેવના નદી કિનારાના પગથીયાને અડીને વહેતા જળપ્રવાહના કિનારાપાસે વાઘજીપુર જવાના રસ્તાની ડાબી બાજુની ઊંચી ટેકરી ઉપર એક નાનકડી ઝૂંપડી બાંધીને વીરપુર આશ્રમવાળા સિદ્ધ સ્વામી શિવાનંદજી રહેતા હતા. તેમની સિદ્ધિઓથી આકર્ષાઈ ઘણા સજ્જનો દર્શન અને સત્સંગ માટે આવતા. અહીં જાદાભકત (અમદાવાદ)ની
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy