________________
કૉપ્યુટર કોપીથી લઈને સાજ સજ્જા સુધીની બધી પ્રેસ સંબંધી કાર્ય કરનાર, મનીષાબેન ઠાકર, કમલેશ પંચાલ, દેવાંગભાઈ, નિલેષભાઈ, અખિલેશભાઈ મિશ્રાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. કે તેઓના સથક શ્રમનું સુપરિણામ છે કે જેથી પ્રશ્નોત્તરીના પુસ્તકનું પ્રકાશન આટલી અલ્પ અવધિમાં થઈ શક્યું.
આ ગ્રંથમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં જે સહભાગી બન્યા છે, તે બધા પ્રતિ હું પોતાની હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું
અલ્પજ્ઞાને વશ આ પુસ્તકમાં જો કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય તો પ્રબુદ્ધપાઠક શ્રુતસાધનાની ગરિમાને સુરક્ષિત રાખવામાં અવશ્ય સહયોગી બનશે. જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈપણ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
આ પ્રશ્નોત્તરી પુસ્તકનું એક પેપર તૈયાર કર્યું છે એટલા માટે કે સહુ એ બહાને અનેકવાર આ પુસ્તક વાંચે ને જ્ઞાનનો ક્ષયોપશમ કરીને જ્ઞાનાવરણીય કર્મ ખપાવે....અલવિદા....
એ જ
મણીયા ચરણરેણુ
સાધ્વી શ્રીનીતા, ઘનશ્યામનગર , અમદાવાદ