________________
પ્રશ્ન પેપર નં. ૨૦ ગચ્છાધિપતિ પૂ. આ. ગુ. શ્રી દેવજીસ્વામીની પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં
જૈન સિદ્ધાંતાચાર્ય બા.બ્ર. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય તત્વજ્ઞાન પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - ક્લાસનગર (સુરત) પ્ર. ૧ કારણ આપો.
(૧૦) (૧) ૧૪મા ગુણસ્થાનમાં લેશ્યા કેમ નથી? ઉત્તર કારણ કે વેશ્યના પુદગલો અધ્યવસાય અને કાયયોગથી ગ્રહણ થાય છે. ૧૪
મા ગુણ. માં તે નથી. કર્મનો બંધ જ્યાં સુધી છે ત્યાં સુધી જ લેશ્યા છે અને ૧૪મા ગુણ. માં અબંધ છે. નવ પ્રકારનાં પુણ્યમાં તીર્થકર કેટલા પ્રકારનાં પુણ્ય ઉપાર્જન કરે ? એકેય નહીં. કારણ કે કષાય સહિતના છબસ્થજીવો આ પુણ્ય શુભ પ્રવૃત્તિ અને શુભ ભાવથી ઉપાર્જન કરે છે. તીર્થકર તો કષાય રહિત છે. તે તો માત્ર સાતા વેદનીય એક સમયનું જ બાંધે છે.
ચારેય ગતિના અપર્યાપ્તાની સ્થિતિ નિયમા કેટલી હોય છે? શા માટે? ઉત્તર એ. મ. એટલે નિયમા સંખ્યાતકાળની જ હોય છે. અં. મુ. પછી જીવ નિયમો
પર્યાપ્તો થઈ જાય છે. અથવા સમુ. મનુષ્ય મૃત્યુ પામે છે. (૪) દેવને સંઘયણ હોય કે નહીં? શા માટે? ઉત્તર દેવને વૈક્રિય શરીર હોય છે. સંઘયણનો અર્થ છે. હાડકાની મજબૂતાઈ વૈક્રિય
શરીરમાં હાડકાં જ ન હોય. તેથી સંઘયણ ન હોય.
આવે ત્યારે લઈને ન આવે, જાય ત્યારે સાથે લઈને ન જાય તે શું? શા માટે ? ઉત્તર ચારિત્ર. કેમ કે ચારિત્રની ઉત. સ્થિતિ જાવજીવની છે. ચારિત્રવંત કાળ કરે
ત્યારે વાટે વહેતામાં જ અવિરતિનો ઉદય થઈ જાય છે. માટે ચારિત્રના પરિણામો તેને રહેતા નથી. આકાશ અનંત પ્રદેશી ઢંધ હોવા છતાં આપણે કેમ જોઈ શકતા નથી?
(૯)