________________
ચોવીશ દંડકની પ્રશ્નોતરી
૧. દંડક ક્યાં ક્યાં લાભ ? (હોય)
પ્ર. ૧. એક દંડક - સાધુમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૨. એક દંડક – કલ્પાતીતમાં લાભ ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૩. એક દંડક – અહમેન્દ્રમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૪. એક દંડક તીર્થકરની આગતના એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૫. એક દંડક તીર્થંકરની આગતના પુરુષવેદ, લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૬. એક દંડક વાસુદેવની ગતમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૭. એક દંડક પ્રતિવાસુદેવનો ગતમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૮. એક દંડક ચક્રવર્તિની સ્ત્રીરત્નની ગતમાં લાભે? ઉત્તર :- નારકીનો દંડક