SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન પ૭ નશીબ જોગે ન રહે પણ મહેનતે રહે, જેમ ભાગ્યથી ખેતરમાં અનાજ ઉગી ગયું, પણ ઘેર લાવવા મહેનત કરવી પડે તેમ તત્ત્વત્રયી મળી ગઈ પણું ટકાવવા-વધારવા–સ્થિર કરવા માટે ઉદ્યમ કરવું પડે. ભવિતવ્યતાના ગે સમ્યગદર્શન મળી ગયું. એમને એમ મળ્યું કે ગુરુપદેશથી મળી ગયું પણ મળી ગયા પછી સજજડ પકડી રાખે, માટે દર્શન જોડે જ્ઞાનપદની જરૂર છે. જ્ઞાન વગરની ક્રિયા નિષ્ફળ. આઠમા પદમાં ચારિત્ર-વર્તન કરવાવાળાએ વિજ્ઞાન મેળવવું જોઈએ, જ્ઞાન ન હોય તો વર્તન શી રીતે કરે? પંજાબ તરફ ઢુંઢીયા વૃદ્ધ સાધુ હતા, એલપટ્ટો સીવી પહેરે છે. દરજી સીવી લાવ્યા. પહેરવા જતાં કેમ પહેરે તે ખબર ન પડી. ટાંકા માર્યા પણ ઉલટા સુલટી છેડાના ટાંકા માર્યા, હવે કેમ પહેરવો ? સીવવાની મહેનત કરી, દેર–વખત ખર્ચા છતાં દરજીને બરાબર સીવવાનું જ્ઞાન ન હોવાથી ક્રિયા નિષ્ફળ ગઈ, મોક્ષનું સાધ્ય છેડે ન દેખતાં પગલિક ચીજમાં છેડે જોડી દઈએ તે શું થાય? સીવેલું ફેર કાપવું પડે તેવું થાય. આથી ચારિત્ર અંગીકાર કરવાવાળાએ પ્રથમ જ્ઞાનને પ્રયત્ન કરવો જોઈએ. ઘેલછાવાળું જ્ઞાન ન જોઈએ જ્ઞાન ઘેલછારૂપે ન જોઈએ. મુતર અને પાણુંને વિભાગ જે ન સમજે, અને કાંકરે ને ખોરાકનો વિભાગ ન સમજે, પાણી પીવાને હકક બેરિષર (જ્ઞાની) થયા પછી, એમ કહે તે શું થાય ? બધું જાણે પછી ખવાય, પીવાય. આમ કહેવાવાળે જ્ઞાનની ઘેલછાવાળે છે. જીવની હિંસા છેડે તે મને પ્રથમ જીવ જાણવા દે. બધાં શાસ્ત્રો જાણું પછી સૂક્ષ્મબાદર બધા જીવને સાક્ષાત્ જેઉં પછી પચ્ચક્ખાણ લઉં. જીવનું અજ્ઞાન ન રહે પછી પચ્ચખાણ લઉં. આવાને જ્ઞાનની ઘેલછાવાળે કહેવું પડે. સામાયિક ચારિત્ર પહેલાં આપવું. મહાવતે, છ જવનિકાયઅધ્યયન ભણે ત્યારે આપવા, સકલશાસ્ત્ર ભણે પછી મહાવ્રતે આપવાં તે નિયમ નથી. વર્તનને ઉપયોગી જ્ઞાન થવું જોઈએ. સર્વ જાણ્યું એટલે સુપચ્ચક્ખાણ નથી રાખ્યું. ત્રસ બાદરના ભેદે-સામાન્ય જાણે, હિંસાના પરચખાણ કરનારે ત્રસ બાદરના સામાન્ય સુપચ્ચક્ખાણ જ્ઞાનપૂર્વક કરવાથી ૨૧
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy