________________
શ્રી આચાર્ય પદ વ્યાખ્યાન વખતે સીતા ઉપદ્રવ કરવા આવી સીતા બારમા દેવલોકના ઈન્દ્રતને પામેલી છે, છતાં રામને ઉપસર્ગ કરે છે પણ રામચન્દ્રજી આત્મસ્વરૂપમાં રમણ કરે છે, તેથી ઉપદ્રવ હોવા છતાં સિદ્ધિ વરી શક્યા. જિનેશ્વરને સંજોગ હાજર નથી ત્યાં પણ ઉપદ્રવમાં સિંહપણું રાખી શક્યા, તે સિદ્ધપણને જ પ્રતાપ. આલંબને સિદ્ધિપદના પ્રભાવે જ કાર્ય સાધી શક્યા. કલ્પવૃક્ષ પાસેથી લેવું હોય તે ઉપાય કરવો જોઈએ. નામ સ્વરૂપ ન જાણી શકીએ તે તે પાપ્ત કરવાને ખ્યાલ કેવી રીતે આવે, તે ખ્યાલમાં હેય તે તે રસ્તે જઈ શકાય.
આ બે પદની આરાધના થવાથી સંપૂર્ણપદની આરાધના થઈ. અરિહંત સિદ્ધને કશું સાધવાનું નથી, કૃતકૃત્ય-નિમિઠતાર્થ થએલા તે જ દેવ છે. તેના બે ભેદ અરિહંત સાકારદેવ અને સિદ્ધ નિરાકાર દેવ. તેની આરાધના જણાવી. હવે ત્રીજું આચાર્ય પદ, તેના અધિકાર અગ્ર વર્તમાન.
શ્રી આચાર્યપદ વ્યાખ્યાન. સંવત ૧૯૯૨ આસ શુદિ ૯. શનિવાર જામનગર नाहियवायसमन्जिअ पावभरोऽवि हु पसिनरनाहो। जं पावइ सुररिदि आयरियप्पयप्पसाओ सो ॥ १३०७ ॥
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્ન શેખરસૂરીશ્વરજી આગળ સૂચવી ગયા કે આ સંસારમાં બે પ્રકારના શ્રેતા છે. તત્ત્વશુશ્રષાવાળા અને અપરમશુશ્રષાવાળા એટલે રસકથા સાંભળવાવાળા અને તત્ત્વ સાંભળવાવાળા. શ્રીપાળચરિત્રમાં બનને વાનાં છે. નવપદોનું યથાસ્થિત સ્વરૂપ આમાં આલેખવામાં આવ્યું છે. શ્રીપાળ મહારાજાની સ્થિતિ દેખાડેલ હોવાથી રસકથા પણ કહી શકાય, પણ સૂત્ર, ટીકા, ચરિત્રમાં શાસ્ત્રકાર જે રસકથા કહે છે તે રસકથાના મુદ્દાથી માત્ર અનુવાદ તરીકે રસને અધિકાર અને વિધાનમાં કરે તે તત્ત્વને અધિકાર. વિધાનમાં આમ લગ્ન, લડાઈ, સુવર્ણસિદ્ધિ કરજે, એમ નહીં કહે.