________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
- ૨૧ ચોમાસામાં શ્રાવકોએ અવશ્ય કરવું જ જોઈએ. એવી જ રીતે
માસીનું ત્રીજું ભૂષણ પ્રભુની પૂજા ત્રણે ટંક કરવી. શ્રેણિક મહારાજા અવિરતિ હતા. જેઓ એક નવકારશી જેટલું પણ પચ્ચખાણ કરી શકતા ન હતા. નવકારશી પચ્ચખાણ પણ ન કરી શકનાર તે શ્રેણિક રાજા પ્રભુની ત્રિકાળપૂજા સોનાના અક્ષતને સાથિયે કરીને પણ સમ્યકત્વને મુખ્ય આચાર પ્રભુ પૂજા તે હંમેશ કરતા હતા. તેવી જ રીતે સ્નાત્ર મહોત્સવ અને ચંદન આદિ ઉત્તમ દ્રવ્યથી પ્રભુ પૂજા–વિલેપન વગેરે પણ કરતા હતા. તે પ્રમાણે ઉત્તમ દ્રવ્યથી પ્રભુ પૂજા કરવી જોઈએ.
સર્વ વ્રતમાં ચઢિયાતું, બ્રહ્મચર્ય વ્રત છે. દેવતાઓ પણ સભામાં દાખલ થતાં જે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારને વિરતિવાળાને પ્રથમ નમસ્કાર કરી, પછી પિતાના સિંહાસન પર બિરાજમાન થાય છે દેવને પણ દુર્લભ એવા બ્રહ્મચર્યના પ્રભાવથી ચાહે તેવાં વિને ચાલ્યાં જાય છે, તેવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારને વિરતિવાળાને પ્રથમ નમસ્કાર કરી સિહાસન પર બિરાજમાન થાય છે. તો તે બ્રહ્મચર્ય વત સર્વથા ન બની શકે તો ચોમાસામાં દરેક શ્રાવકેએ તે ધારણ કરવું જોઈએ. ગૃહસ્થપણાને આંશિક બ્રહ્મચર્યથી સીતા, સુભદ્રા, સુદર્શન શેઠ, વિજ્યા શેઠાણીના દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. વળી ગૃહસ્થને કરી શકાય તે સહેલે ધર્મ હેય મુખ્ય દાન ધર્મ છે. તે ઉત્તમ પાત્રને ચેગ મળે ત્યારે સમયના સાધનરૂપ આહાર, પાણી ઔષધ-વસ્ત્ર-કંબલ-પાત્ર-પુસ્તક વગેરે સમયમાં ઉપકારી વસ્તુ સ્વકલ્યાણ માટે દાન કરવું, તેમ જ ચોમાસામાં વિશેષ પ્રકારે તપસ્યા, વ્રત, પચ્ચખાણ અને અભિગ્રહ કરવા અને આરંભની પ્રવૃત્તિ ઓછી કરવી. દુશમના સામના વખતે જેમ કિલ્લે રક્ષણ કરે છે, તે જ પ્રમાણે અભિગ્રહ પણ વિરાધનાથી બચવા માટે કિલ્લેબંધી રૂપ છે. પાપથી બચવા માટે જરૂર અભિગ્રહ ગ્રહણ કરવા જોઈએ. અવરતિમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. મનુષ્યપણામાં જ માત્ર વ્રત પચ્ચખાણ, તપસ્યા વગેરે બની શકે છે તે ચેમાસામાં ઉપર જણાવેલાં આભૂષણરૂપ ધર્મ કાર્યો દરેક ભવ્યાત્માએ અવશ્ય કરવાં અને ચોમાસું દીપાવવું.