SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન કહેલે માર્ગ બતાવે. મદદ કરનાર, પ્રથમ માર્ગ કરનાર કેઈન હોય તે આમાંનું કંઈ ન હોય. માટે શ્રેણિક! નવપદમાં હંમેશનું અંધારું ટાળનાર, ફળ વગરની સાધનાને ફળીભૂત બનાવનાર, અનાદના અજ્ઞાન–અવિરતિ-કષાયને ટાળનાર આ અરિહંત મહારાજ છે. “એક દીપક ચીજ એવી છે કે પિતા જેવા બીજાને બનાવે. ચિંતામણિ રત્ન બીજાના ઈષ્ટ મરથ પૂરે, બીજાને પિતાના જેવું કરી શકે.” કલ્પવૃક્ષ પણ સમાન પદવી કેઈને આપતું નથી. અરિહંતની આરાધનાથી અરિહંત પણ બની શકે. મોટા થયા પછી મોટાઈના માલિક બને છે. પછી મેટાઈ કઈ પાસે ન જવી જોઈએ, એ સ્થિતિ અહીં નથી. અરહિંત મહારાજ બીજાને અરિહંત કરવામાં મદદગાર થાય છે. અરિહંત મહારાજ પિતે બીજાને જે અરિહંત થઈ શકે તેવા અરિહંત કરવામાં મદદગાર થાય છે. અરિહંત મહારાજ પિતે બીજાને મેગ્ય આત્માઓને અરિહંત કરનાર છે. સુથાર જબરે કારીગર. પણ એરંડાનું લાકડું લાવે તેને ઘાટ શું કરે? તેમાંથી થાંભલે, પાટડે, શાખ ન બનાવે તેમાં સુથારની કચાશ નથી. વસ્તુમાં લાયકાત ન હોય ત્યાં કારીગરની કચાશ ન ગણાય, તેમ જીવે તેવા લાયક ન હોય તે ઉપદેશનું ફળ ન મળે. “અકર્મીના પડિયા કાણું” પ્રથમ દેનાર ન મળે, દેનાર મળે તે પડિયા કાણાં નીકળ્યાં. કાણાં પડિયાવાળાને દાતા અને વસ્તુ નકામી છે, તેમ જીવ અકમીના કાણું પડિયા જે બને તે તેમને આરાધના, શાસન તે નકામાં થાય. દાનેશ્વરીને ત્યાંથી કઈ ખાલી હાથે ન જાય. સદાવ્રતમાંથી ખાલી હાથે જવાનું ન હોય. તીર્થકરેએ મોક્ષનું સદાવ્રત માંડેલું છે. આ અરિહંત મહારાજનું પદ, દેવદત્ત, યજ્ઞદત્ત, મિત્રદત્ત, ચિત્રદત્ત વગેરે નામો મળશે, પણ મનુષ્ય નામ કેઈનું નથી હોતું, તેમ ઋષભ અજીતાદિ નામે જુદાં કહ્યાં, પણ અરિહંત પદ તેવી ચીજ જુદી નથી, પણ મનુષ્યત્વ દરેકમાં હતું. તેમ દરેક રાષભાદિકમાં અરિહંતત્વ છે, તેથી અરિહંતપણું જુદું નથી, જે બધા અરિહતેમાં રહેલું છે. નાનું બચ્યું હોય તે મનુષ્ય આવે ન હોય તેમ માન્યું. તે વખતે મનુષ્યના લક્ષણમાં જૂઠા પડયા, એક પણ અરિહંતાદિકને અંગે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy