________________
પર્વ મહિમા દર્શન કેઈ એકની જ મુખ્યતા હોય છે, ત્યારે આ શ્રી સિદ્ધચક્ર એટલે નવપદજીની આરાધનામાં તે દેવ, ગુરુ અને ધર્મ ત્રણે તત્ત્વની એકસરખી રીતે મુખ્યતા છે.
આ નવે પદમાં પણ એ વિચિત્ર ખૂબી છે કે પહેલું દેવતત્ત્વ લીધું છે, અને તેના બે પદો છે. જ્યારે બીજું ગુરુતત્વ લઈ તેમાં આચાદિક ત્રણ પદો રાખ્યાં છે, અને ત્રીજું ધર્મતત્વ લઈ તેના સમ્યગ્દર્શનાદિ ચાર પદો રાખ્યાં છે. એટલે પહેલાનાં બે, બીજાનાં ત્રણ અને ત્રીજાનાં ચાર એમ મળી ત્રણે તત્ત્વના નવપદો સ્થાનથી એક એક વૃદ્ધિવાળાં કરેલાં છે.
ભગવાન અરિહંત વગેરે નવ આરાધ્ય પદેને ચકના આકારે ગોઠવેલા હોવાથી તે નવપદનું યંત્ર (સ્થાપના) ચકના આકારને ધારણ કરે છે, અને તેથી તેને સિદ્ધચક કહેવાય છે.
એ નવપદજીના યંત્ર, મંડળ કે ગટ્ટામાં અરિહંત મહારાજને કર્ણિકા સ્થાને બિરાજેલા જેમ ગણાય છે તેમ સ્થાપનાના આકારની અપેક્ષાએ જ્યારે ચક્ર તરીકે કહેવામાં આવે ત્યારે ત્રિલેકનાથ તીર્થકરો તે નવપદરૂપી ચકની નાભિને સ્થાને બિરાજમાન થએલા ગણાય. આ ચક્ર ચાલતું નહિ પણ સ્થિર રહેવાથી તે નવપદના ચક્રમાં સિદ્ધ મહારાજા જ ઉચ્ચ સ્થાને બિરાજમાન થએલા છે, અને તેથી આ યંત્રને સિદ્ધ મહારાજા બીજે સ્થાને છતાં પણ સૌથી ઉચ્ચ સ્થાને આવવાથી શ્રી સિદ્ધચક્ર યંત્ર તરીકે જાણવું, માનવું કે જાહેર કરવું તે યોગ્ય જ છે.