SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૧૯ એ દૃશ્યથી શ્વાન ભસે કે કરડે, લેાકેા ચાર માની મારે તેથી ખેરડી આંગણે વાવવી નહિ, એવી વાત જગતમાં પ્રચલિત છે. એ જ ઓરડી અહીં પેલા અનશનધારીને પણ નડી. તૃષાથી પીડાતા તેને એમ થયુ કે આ ખેર જો કોઈ મારા મોંમાં મૂકે તેા, એવું સરસ છે કે તરસ છીપે.” આ ભાવના સાથે મૃત્યુ પામીને, મરીને તરત તે આ ના જીવ ખારવ્રતધારી છતાં, સ લેખણાધારી છતાં, અનશન આદરેલુ છતાં તે જ ખારમાં કીડા થયેા. કહ્યું છે કે અંતે ચા મતિઃ સા ગતિ;” જેવી મતિ તેવી ગતિ. એ કીડા થયા, ત્યાંથી ગબડ્યા, એકેન્દ્રિય થયા, નિગોદમાં ગયા. મેં એક વખત જણાવ્યું તે ધ્યાનમાં રાખો, સન્નિપાત સમયે વિદ્વાન્ અને મૂર્ખ બન્ને સરખા, કિન્તુ સન્નિપાત ખસ્યા એટલે વિદ્વાન્ તે વિદ્વાન અને મૂર્ખ તે મૂખ. તે જ રીતે ધર્મ પામ્યા વગરના જીવ નિગેાદમાં હોય તે તથા ધર્મ પામીને પતિત થઈ નિગેાદે ગયેલા જીવ બન્ને નિગેાદમાં સરખા, પણ બહાર નીકળ્યા પછી ધર્મ પામીને પતિત થઈ નિગાદીએ થયેલા જીવ નીકળીને તરત યમ પામે, જ્યારે પેલાને ધમ પામવામાં મુશ્કેલી. પેલે। નિગેાદમાંથી નીકળી, ધર્મ પામી, ચારિત્ર લઈ, કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. અસંખ્યાતા ભવ વટાવી લીધા. જ્યારે પેલા સ તા હજુ તે દરમ્યાન સાત ભવમાંના પહેલા ભવ સાતમી નારકીના ૩૩ સાગરોપમને; તે આયુષ્યમાંના પહેલા સાગરોપમમાંનુ પહેલું પત્યેાપમ હજી પૂરૂ થયું નથી. આથી માત્ર સાંભળે તે શ્રાવક એમ નહિ, જિનવચન સાંભળે તે શ્રાવક, પણ આગળ વધીને કહ્યું કે પહોચિ॰ પરલેાકના હિતની બુદ્ધિએ શ્રીજનેશ્વરદેવનું વચન સાંભળે તે શ્રાવક, ફરી પ્રશ્ન થશે કે સાધુએ પણ પરલેાકહિતની બુદ્ધિએ જ શ્રાવણ કરે છે. ચૂર્ણિકાર ભગવાને તેનું પણુ સમાધાન કર્યુ છે કે સાધુમાં શ્રોતૃત્વની સાથે વક્તૃત્વ પણ છે. શ્રાવકને શ્રમણેાપાસક કહ્યા છે. શુ સાધુએ સાધુની (શ્રમણુની) સેવા–ઉપાસના નથી કરતા ? કરે છે, પણ સાધુ ઉપાસ્ય તથા ઉપાસક અન્તે છે. સાધુમાં ઉપાસકપણું તથા ઉપાસ્યપણું ઉભય રહ્યું છે. તેથી સાધુમાં શ્રમણેાપાસક શબ્દને કે શ્રાવશબ્દને બ્યપદેશ થઈ શકે
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy