SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયતૃતીયા પત્ર માહાત્મ્ય ૧૯૫ સમજનારા મનુષ્ય આહારાદિ દાનને તીરૂપ માનવા દોરાય તેમાં નવાઈ શી ? શ્રેયાંસને લાભદાયી રોહને આવેલું સ્વપ્ન શાસન માટે છે. મહાશયે ! શું તમે તમારા આત્માને એવી અવસ્થામાં મૂકી શકયા છે કે તમારા સ્વપ્નના ફળની સંકલના પણ શાસનના સરવાળા સાથે હોય ? નગરશેઠ જેવા અગ્રગણ્ય પુરુષા શ્રેયાંસને લાભદાયી સ્વપ્ન દેખે અને શ્રેયાંસકુમારને સ્વપ્નસૃષ્ટિની સફળતા શાસન–સૌધની શ્રેયસ્કરતામાં જ મેળવે છે, એ સર્વે ભાગ્યચકની ચેષ્ટા છે. સ્વપ્ન સ’સ્કાર દશાની પરિપકવતા છે. શ્રેયાંસની સહાયથી સુભટને જય. આ વાત તમારી ધ્યાન બહાર નહિ જ હૈય કે સ્વપ્નદશા જે કે સ થા જાગૃતદશા નથી, તેમ સથા નિદ્રિતદશા પણ નથી, કિંતુ કાંઈ ક જાગૃત દશા અને કંઇક નિદ્રિત દશા હોય છે, ત્યારે જ સ્વપ્ન દશા હોય છે. આવી દશામાં સંકલ્પ-વિકલ્પાની જાળ ટકી શકતી નથી અને તેમાં પેાતાની ધારણા પ્રમાણે સ્વપ્નસૃષ્ટિ મનાવી શકાતી નથી. અર્થાત્ ખરી રીતે સ્વપ્નસૃષ્ટિની સર્જનહાર સંકલ્પ-દશા નથી. પણ આત્માની સ’કાર-દશાની પરિપકવતા છે. જેને અંગે સ્વપ્ન તેને તેનું ફળ આ વાત ધ્યાનમાં લેવાથી જ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે સંસ્કારની પરિપકવ દશા પેાતાને અંગે હાય તે તે સ્વપ્નસૃષ્ટિના ફળને પાતે જ મેળવે. આ અપેક્ષાએ ભગવાન્ તીર્થંકર આદિની માતાએ ચૌદ વગેરે સખ્યાનાં સ્વપ્નાં જુએ અને પરને અંગે હાય તા પરજત મેળવે અને ઉભય જન અંગે હૈાય તે ઉભય જન મેળવે છે. તેના ફળ તરીકે થનારા જીવે નુ તી કર આદિપણું હોય છે. ઢાહુલાએ! ગના પ્રભાવે હાય છે. એ રીતે ગર્ભ ધારણ કરવાવાળી માતાના દેહલા પણ સ્વસ’કલ્પના માત્ર પરિણામરૂપ નથી, પણ ગર્ભમાં આવેલા જીવેના સંસર્ગથી પરિપકવ થયેલ સંસ્કારને અંગે હેાય છે. અને તેથી તે સ્વપ્ન અને દોહલાઓને ગર્ભોમાં આવનારાં જીવની અપેક્ષાએ ઉદ્ભવતા ગણીને જ શાસ્ત્રકારીએ “જ્ઞ' રળિ વધારૂં વૃધ્ધિત્તિ મહાયજ્ઞેશ સરા (૧૯૨ સૂ॰ ૪૭) એ વગેરે સ્પષ્ટ વાકયેા જણવ્યાં છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy