________________
પિષદશમી દેશના
૧૬૭
દેશોની અપેક્ષાએ માગશર સુદ પુનમે મહિને પૂરે થયે તેથી આપણી માગશર વદ એકમને તેઓ પિષ વદી એકમ કહે છે. એ હિસાબે માગશર વદ દશમ, શાસ્ત્રોની અને અન્ય દેશવાળાની પિષ વદી ૧૦ છે. ભગવાન પાર્શ્વનાથજીનું જન્મ કલ્યાણક હોવાને લીધે આજને દિવસ કલ્યાણ તરીકે ગણીએ છીએ. આપણે ૨૪ તીર્થકરને માનનારા હેવાથી તેમને જન્મ દિવસને કલ્યાણક તરીકે ગણીએ છીએ. આત્મકયાણ માટે પાર્શ્વનાથ ભગવાનનું આલંબન.
જેમ મેરુ તેરસ આદીશ્વર ભગવાન “નિર્વાણ કલ્યાણક, ચત્ર સુદી ૧૩ શાસનપતિ “જન્મ કલ્યાણક, તેમ પિષ વદી ૧૦ને પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક ગણી જ્યારે આરાધના કરવા તૈયાર થઈએ ત્યારે પાર્શ્વનાથજીની ઉત્તમતા જરૂર મગજમાં આવવી જોઈએ. ભગવાન પાર્શ્વનાથજી એ પણ આપણા જેવા જ જીવ; પણ એ જીવે જે પિતાના આત્માની શુદ્ધિ કરી, તે લાઈન તપાસીએ તે માલુમ પડશે કે એ શુદ્ધિની લાઈને આપણા આત્માને લઈ જઈએ તે આપણા આત્માને નિર્મળ કરી શકીએ. પાર્શ્વનાથ ભગવાનના જીવ મરુભૂતિને પરિણામ.
તેમની ક્ષમગુણની હદ અદ્વિતીય હતી. દુનિયાદારી સ્થિતિએ ક્ષમા સહન ન થાય તે બીજી દષ્ટિએ સહન થાય કેમ ? પહેલા ભવમાં ઉપદ્રવ કરનાર કમઠ અને મરુભૂતિ બને ભાઈઓ હતા. પાર્શ્વનાથજીને જીવ મરુભૂતિ. કમઠને જીવ ત્યાં પણ કમઠ નામે હતે. અને સગા ભાઈઓ હતા. કમઠની કુટિલતાએ પાર્શ્વનાથજીના ઘરે ખરાબ પ્રવૃત્તિ કરી. મરુભૂતિએ રાજાને જણાવ્યું. તે ડરથી કમઠ તાપસ થયે. ગુનેગાર, કમઠ તાપસ થયે. મરુભૂતિને વિચાર આવે કે તેના કર્મથી તેને આત્મા ડૂબે, મ. મરેલાને મારે તે સજજનને શોભતું નથી. માટે હું તેને ખમાવવા જાઉં. દુનિયાદારીની દષ્ટિએ તેનાં હાડકાં ઉપર પણ ધ્રૂકે નહિ, તે જગ્યાએ ખમાવવા જાય છે. પેલે શિલા લઈ તપસ્યા કરે છે. મરભૂતિનું કમઠને ખમાવવું. | મરુભૂતિ ખમાવવા આવે છે. સીધી શિલા તેના ઉપર ફેંકે છે. આ વખતે મરુભૂતિના પરિણામ કેવા હોવા જોઈએ? ગુનેગાર ઊલટો