SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન સામા પડી લશ્કરને હઠાવવું પડયું. કૃષ્ણ સામે લડવા આવવું પડ્યું, ત્યારે બાણની સાથે લખી મોકલ્યું કે પ્રદ્યુમ્ન તમને નમસ્કાર કરે છે. જે અક્ષર કહ્યા તે પત્થરમાં ટાંકણાએ કર્યા જાણવા. તે યૂકે પાણીએ, ઘી કે તેલે કે માટીએ પણ તે અક્ષર ભૂસાતા નથી. સજન પુરુષ આળસ-પ્રમાદમાં પણ બેલે તે અક્ષર ન પલટે. તે તે જગ્યાએ હું કબૂલાત કરી આવ્યું કે અમારી સાથે આપ પધારે, આપની બધી ખબર-સંભાળ લઈશ, પણ ખબર ન લેવાઈ, પિતાની ખામી દેખાઈ પણ તેનું ફળ તેથી દૂર રહેવામાં નહિ, દૂર રહે તે બમણું ગુનામાં ગયા, એ સ્થિતિ હતી. એનું ઓસડ પણ ત્યાં છે. વચનથી ચૂક્યો છું, ગુને થે, તે રોગનું ઓસડ તે મહાત્મા પાસે જ છે. ગુમડું થયું પછી લેપ લગાડે તે ડાહ્યાની ફરજ છે. આટલી ઉત્તમતા હતી, આટલું ધ હતું, ત્યારે જ ધનાજી શ્રી ધર્મઘોષસૂરિજી પાસે જઈ શકયા. ચન્દન સરખા સૂરિ, હવે ધનાસાર્થવાહ સૂરિ પાસે આવ્યા, ચંદનનું વૃક્ષ પોષાથી સુગંધ, છેદ્ય, કાયા, બાળ્યા, ઘસ્યા પણ સુગંધ દે, તેનું નામ ચંદન. કેઈ દિવસ તેમાંથી દુર્ગધ ન નીકળે, તેમ શ્રી ધર્મઘોષસૂરિજીને ચંદન સમાન સ્વભાવને અંગે આપત્તિમાં, સંપત્તિમાં સૂર્ય ઉદયમાં ને સૂર્ય આથમતાં બન્ને વખત લાલ હય, મહાપુરુષે પણ તેવી જ રીતે ઉદયમાં એટલે ચઢતીમાં ને અસ્તમાં એટલે આપત્તિમાં–પડતીમાં એક રૂપે જ હોય છે. તેમ શ્રીધર્મષસૂરિજી પાસે ફાયદો કરનાર આવે, કે નુકસાન કરનાર આવે, છતાં એક રૂપપણું. સાધુ પાસે ધર્મ સિવાય બીજું ન હોય, - સાધુના ખીસ્સામાં એ સિવાય બીજું છે જ નહિ, પિતાની પાસે જે હોય તે આપ. ઝવેરી પાસે જઈ કારેલાં માગે તે ન મળે. આપવા ધારે તે પણ ન મળે. તેમ સાધુ પાસે ખાસડાં માગ્યાં પણ ન મળે. હેય જ નહિ. એમની પાસે ધર્મ ભરેલ છે. પહેલાંના કાળમાં વસ્તુ સાટે વરતુ લેવાતી. જેને ઘેર ગામડામાં ૧૦૦ મણ બાજરી કારમાં નાખી હેય, તેને બરાં, શાક, ગોળ કે કઈ વસ્તુ લેવી હોય તે બાજરી પેટે ખરીદ કરતા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy