SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન ૩. સં ૧૯૯૫ કારતક સુદ ૫. પાલીતાણુ. नाण पंचविहं पन्नत, तं जहा, आभिणिबोहिय नाणं । सुयनाणं ओहिनाण मणपज्जवनाणं केवलनाण ॥ नन्दीसूत्र १ ॥ -ત્રણ પ્રકારની પર્ષદા સૂત્રકાર મહારાજા ભગવાન દેવાચકજી શ્રીનંદીસૂત્રની રચના કરતાં - થકાં પ્રથમ તીર્થંકરપ્રભુની, પછીના ગણધર પછી સ્થવિરેની આવલિકા એટલે પરંપરા જણાવી. પછી શ્રી નંદીસૂત્રની વ્યાખ્યા દરેક સૂત્રની વ્યાખ્યાની આદિમાં કરવી પડે છે માટે દરેક સૂત્ર ભણવાની ગ્યાયેગ્યની તપાસ કરવાની છે, તે શ્રીનંદીસૂત્રની શરૂઆતમાં કરી લેવી. હજામ પણ પલાળ્યા પછી જાત નથી પૂછતે. આપણે નંદીની વ્યાખ્યા કરી, પછી ગ્યાયેગ્યની તપાસ કરવા જેવું થાય, માટે પરીક્ષા પ્રથમ ગુરુઓ અને પછી શિષ્ય બનેની વ્યક્તિગત પરીક્ષા જણાવી. પછી સામાન્ય સમુદાયરૂપે નંદીની વ્યાખ્યા હોય. શ્રી નંદીસૂત્ર એકલાએ જ વાંચવું ને વંચાવવું, સમુદાયને પણ સમજાવવું માટે તેમાં વ્યક્તિગત પરીક્ષા અને સમુદાયગત પરીક્ષા જણાવવા માટે ત્રણ પ્રકારની પર્ષદા જણાવે છેઃ જાણકાર, અજાણ્યા અને દાધારંગી-અર્ધદગ્ધ. શ્રી નંદીસૂત્ર સાંભળનાર જાણકાર કે અજાણ કારની પર્ષદા હેય. સૂત્ર સાંભળી જ્ઞાનારાધનમાં તત્પર થવું જોઈએ. જ્ઞાનના બહુમાનવાળા થવું જોઈએ. જ્ઞાનમાં દિનપ્રતિદિન વધવાવાળા થવું જોઈએ. તે ફળ દાધારંગીને ન મળે. લાયક પર્વદા કઈ ? એવી રીતે શ્રી નંદીસૂત્રના કર્તા દેવવાચકગણિ એક પૂર્વધર છે. દેવવાચક સૂત્રકાર નથી. શંકા થશે કે સૂત્રે ગણધરો રચે, આ તે એક પૂર્વધર હતા. એમણે શ્રીનંદીસૂત્ર કેમ રહ્યું ? ગણધર, પ્રત્યેકબુદ્ધ કે ૧૪ પૂર્વીએ સૂત્રે રચેલા હેય. દેલવાચકજી ત્રણેમાંથી એકમાં નથી, છતાં એમના રચેલાને સૂત્ર કેમ કહેવું ? દેવવાચક નવી રચના કરતા નથી, પૂર્વની અંદર જે ફકરા જ્ઞાનના છે, તે ફકરા લઈને નવી સંકલના-ગોઠવણી કરે છે. ગણધરની નવી રચના પ્રમાણભૂત, પ્રત્યેક બુદ્ધ અને ૧૦થી ૧૪ પૂર્વેની નવી રચના પ્રમાણભૂત, તેમ નવી રચના કરે તે સૂત્ર
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy