________________
આગમઉદ્ધારની સાથેસાથ પૂજ્યશ્રીએ વિવિધ સમુદાય અને ગચ્છના - સાધુઓને પણ મોકળા મને આગમોની વાચના પણ આપી હતી.
આગમસેવા ઉપરાંત તીર્થસેવા પણ તેઓશ્રીની એટલી જ રોમહર્ષક છે. અંતરિક્ષજી તીર્થયાત્રા સંઘ સમયે દિગમ્બરએ કાયદો હાથમાં લીધો હતો. આ તીર્થ અમારું છે. તમારું નથી એમ કહીને લોહિયાળ મારામારી કરી હતી. પૂજ્યશ્રીને પણ માર પડયે હતો. કેર્ટમાં કેસ ગયે ન્યાયાધીશે ચુકાદો આ છે કે: - “શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ મુનિરાજ શ્રી આનંદસાગરજીએ ધર્મની રક્ષા કરવા યોગ્ય કર્યું છે. ન્યાય અને કાનુનની દષ્ટિએ કાર્ય અયોગ્ય નથી, દિગમ્બર સંપ્રદાયે કરેલ કાર્ય અગ્ય છે. મહાત્માશ્રીએ સત્ય હકીકત જણાવી છે. મહાત્માશ્રી પરિપૂર્ણપણે નિર્દોષ છે. તેમની જ સત્યનિર્ભર જુબાની પર કેસનો નિર્ણય આપું છું.'
અંતરિક્ષજી તીર્થની જેમ શ્રી કેશરિયાજી તીર્થમાં પણ પૂજ્યશ્રીએ ધ્વજા દંડ ચડાવવામાં ભવ્ય સફળતા મેળવી હતી, ત્યારે શ્રી શત્રુંજય તીર્થની સ્થિતિ કંઈક જુદી હતી, પાલિતાણાનરેશ બ્રિટિશ રાજાના ખંડિયા હતા. તેણે યાત્રિકે પર કર નાંખે! જીજીયા વેરા નામે આ કાળે કર ઈતિહાસમાં કાળા અક્ષરે નોંધાયે, શ્રી સંઘે કાયદાને આશરે લીધો. ચૂકાદો ન આવે ત્યાં સુધી છાએ તીર્થયાત્રા બંધ જાહેર થઈ. ન્યાયની માંગણી થતાં દર વર્ષે રૂા. ૬૦ હજાર તીર્થરક્ષણ તરીકે આપવાનું નક્કી થયું.
પૂજ્યશ્રીએ આ વાર્ષિક વેશ માટે રૂા. ૧૧ લાખની ટહેલ નાંખી જેથી તેના વ્યાજમાંથી વેરો ચૂકવી શકાય, અને તેઓશ્રીના ઉપદેશથી એ જંગી રકમ પણ સ્થાયી ભંડોળ તરીકે થઈ ગઈ. અને પુન : યાત્રિકેટ ભાવ વિભોર હૈયે દાદાને ભેટ્યા !
શ્રી સમેતશિખરજી તીર્થના ઈતિહાસમાં પણ પૂજ્યશ્રીનાં સોનેરી હસ્તાક્ષર થયાં છે, ત્યારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તક શત્રુંજય અને ગિરનાર તીર્થના વહીવટ હતા. બ્રિટિશ સમેતશિખરને પોતાને તાબે કરવા ખટપટ કરતા હતા. મોતને મુઠ્ઠીમાં લઈને પૂજ્યશ્રીએ હાકલ કરી: “સમેતશિખરજી પહાડ જેનોનો છે ! તેઓશ્રીએ આ સાથે જ ગામેગામના શ્રી સંઘ પાસે સમેતશિખરને પહાડ વેચાતો લઈ લેવાને અનુરોધ કરતાં તારે પેઢી પર કરાવ્યા, પેઢીએ એ પહાડ વેચાતો લઈ લીધે !