________________
પર્વ મહિમા દર્શન
વિભાગ-૨ જ્ઞાનપંચમી વ્યાખ્યાન. ૧. સં. ૧૯૨ જ્ઞાનપંચમી પાલીતાણા.
માહિત્યનિરતઃ तृतीयं लोचनं ज्ञानमचार्यहरणं धनम् ॥ आचारप्रदीप० ॥ વર્યાચાર વગર જ્ઞાનાદિ આચાર બની શકે નહિ.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રશેખરસૂરીશ્વજી ભવ્યજીના ઉપકાર માટે આચારપ્રદીપ નામના ગ્રંથમાં પાંચ આચારેની વ્યાખ્યા કરતાં, પ્રથમ જ્ઞાનાચારની વ્યાખ્યા જરૂરી ધારી જણાવે છે કે પાંચે આચારમાં પ્રથમ જ્ઞાનાચાર કેમ લીધે ? તે કહે છે કે દર્શનાચાર એટલે સમ્યક્ત્વ આચાર, મોક્ષની જડ, ચારિત્રાચાર એ નિસરણ; ખુદ મોક્ષની મુસાફરી તપાચાર. મેક્ષ માર્ગમાં આડા આવતાં વિદનેને હેઠાવનારૂં પરાક્રમ તે વીર્યાચાર. જે શક્તિ કહીએ છીએ તે આત્માનું વીર્ય.
સામાન્ય રીતે દુનિયામાં જે શક્તિ પદાર્થ ગણાય છે, તે શક્તિ સામાન્ય શરીર સાથે સંબંધ રાખે છે, પણ આત્માની જે તાકાત તેનું વિશેષનામ હોય તે તેનું વિર્ય છે. હવે વર્યાચાર બધામાં લાગુ થએલે છે. જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ વગેરે આચારમાં વીર્યાચાર જોઈએ. આત્માની શક્તિને ફેરવ્યા સિવાય આઠ પ્રકારના જ્ઞાન, આઠ પ્રકારના દર્શન, આઠ પ્રકારનું ચારિત્રપાલન, બાર પ્રકારની તપસ્યા એ છત્રીસમાંથી વીર્યાચાર વગર કંઈ વળે નહિ. વીર્યાચારના છત્રીસ ભેદો ન હોય તે જ્ઞાનાચારાદિના ભેદોમાં છબરડો વળી જાય.
ભાષ્યકાએ વીર્યાચારના છત્રીસ ભેદો માન્યા છે. જ્ઞાના. ૮, દર્શના ૮, ચારિત્રા, ૮, તા. ૧૨ તે બધા વીર્યાચારને જ આભારી છે. આત્માનું વીર્ય ન પ્રવર્તે તે જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપના મળી ૩૬ માંથી એકે પ્રવતિ ન શકે. એકલા આચાર માટે વીર્યની