________________
૨૪૦
પત્ર મહિમા દર્શાન
ધમ માગે પૈસા ખર્ચનારને પણ હેરાન કરનાશ પેલી સંસ્થાઓએ જન્માવ્યા છે, તેા હવે વિચાર કરે. એમણે ધર્મને માટે કમ્મર ખાંધીને લડનારી કેટલી સંસ્થા ઊભી કરી છે ? અરે ! અમે જેને શાસનની ઉન્નતિ કહીએ છીએ તેવાં કાર્યો તમે ન કર્યાં તે ભલે ન કર્યાં. તમે પણ તમારી જ દૃષ્ટિએ જૈનસમાજનું શું ભલું કર્યું છે તે તે મતાવા! જવાખ કાંઈ જ નથી. આવી સ ́સ્થાઓને પૈસા આપવા એ નથી તે દયાવાળું દાન અથવા નથી તે સુપાત્રે દીન. દાનનું ઉત્તમ ક્ષેત્ર
દાનનું ઉત્તમ ક્ષેત્ર તે પંચમહાવ્રતધારી સાધુએ છે અને મધ્યમપાત્ર તે શાસનમાં શ્રદ્ધા રાખનારા શ્રાવકે છે. શ્રાવકોની અપેક્ષાએ સાધુએ અનંતગણુા પાત્ર છે, અને તે જ રીતે સાધુની અપેક્ષાએ જિનેશ્વરા અનંતગણુા પાત્ર છે. છતાં યાદ રાખવાની જરૂર છે કે કોઇકવાર સાધમિકની ભક્તિ કરનારા હાય તે તીર્થંકરની ભક્તિ કરનાર કરતાં પણ વધારે મેળવી જવામાં ફતેહમ થાય છે. તરવાની બુદ્ધિથી જે ક્ષેત્રનુ પાષણ થાય છે એવા ક્ષેત્રમાં પૈસા આપે છેતે પૈસા પગ લઈ ને આવે છે. લક્ષ્મી તો ચંચળ છે. એ કેાઇ દ્વિવસ સ્થિર રહી નથી અને રહેવાની પણ નથી જ.
જે માણસને જેવા શેખ હાય છે તેવા ક્ષેત્રમાં તે પેાતાને મળેલા પૈસા ખરચે છે. જેને ધમ ઉપર રૂચિ હશે તે પેતાને મળેલા પેસા ધમ માગે વાપરશે. વ્યભિચારી હશે તે પોતાને મળેલા પૈસા તેવે જ માગે વાપરશે, અનાર્યો પણ પેાતાને ચેાગ્ય લાગે ત્યાં પૈસા ખરચે છે. પૈસા એનુ નામ જ સમજી લ્યો કે ખરચવાની વસ્તુ. એટલા જ માટે શાસ્ત્રકાર કહે છે કે તે દાતાર છે કે જે સારા ક્ષેત્રમાં દ્રવ્ય વાવે છે. જેએ પારકા ખેતરનુ' અનાજ લાવીને વાવે છે, તે વાવનારા આત્માના ગુણથી શૂન્ય છે એમ જ સમજી લેવાનુ છે. ગુણવાળાને જ હુંમેશાં સહાય કરવાની છે અને તેણે પણ ગુણને અંગે જ સહાય લેવાની છે; મેાક્ષાભિલાષી એવી જ ઇચ્છાથી સારા ક્ષેત્રમાં દાન કરે છે. શાસનના પૂજારીએ હાય છે તેમની નિઃસ્વાર્થવૃત્તિએ, મેક્ષની ભાવનાથી, સેવા કરવી એ કરણીય છે, પણ શાસનના વિરોધી હાય તેને તે બારણામાં પણ ઊભું રાખવાના નથી.