________________
ર૩૪
પર્વ મહિમા દશ “મારે લીધે આમ થયું. મારે લીધે ફલાણે જિર્ણોદ્ધાર થયે! મારે લીધે શાસનસેવાના ક્ષેત્રમાં આટલા રૂપીઆને ફાયદો થયે!” વાત શાસનની કરે છે પણ બધું થયું તે કેને લીધે? તે કહેશે કે “મારે લીધે !” પિતે આવે, તે સમયે જે હજારે ગામડાંઓમાંથી માણસે ભેગા થઈને આવે, લાખ રૂપિયાનો ખર્ચ થાય, અને પિતાનું સામૈયું થાય તે કહેશે કે “અહો ! શાસનની કેટલી ઉન્નતિ થાય છે. ખરેખર શ્રાવકને ધન્યવાદ ઘટે છે કે તેઓ શાસનસેવાના કાર્યમાં આવા ઉદ્યમવંતા છે.” પરંતુ પંદર દિવસ પછી એ જ બીજો બનાવ બને તે કહેશે કે “અરે! આ પૈસાને કેટલે ધુમાડે !”
એમ કલ્પી લે કે એક ગામમાં નગરશેઠને ત્યાં લગ્ન છે. ગામડામાંથી હજારો માણસો આવ્યા છે. એવામાં મુનિ કીર્તિસાગર કે મુનિ હમસાગર એ નામના જૈન સાધુ આવી ચઢે, અને પેલા લગ્નનિમિત્તે ભેગા થએલા માણસે મહારાજનું ભવ્ય સ્વાગત કરે તે કહેશે કે
અહો! કેવા મૂર્ખ જેને આમ સામૈયામાં આટલે બધે ખરચ કરી નંખાય? એના કરતા આટલી રકમ સમાજ સેવામાં અથવા કેળવણીમાં આપી હોત તે હજારે વિદ્યાર્થીઓનું કલ્યાણ થઈ જાતને.”
હવે આ સ્થિતિ વિચારે પોતાને અંગે સામૈયું થયું અને હજારેને ખર્ચ થયે તે છતાં એ સ્થિતિ ચાલતી નથી ! ત્યારે તે એમ કહેવામાં આવે છે કે “કે આ ભાવિક જૈનેને ગુરુ પરત્વે અપાર પ્રેમ!” “અને બીજાને અંગે અનિમિત્ત હોવાથી ભવ્ય સામૈયું થાય છે, અને પૈસાને પણ ખર્ચ ન થ હોય તે પણ કહેશે કે “જેને તે જાણે તેરમા સૈકામાં જ જીવે છે! છે એ લેકેને પૈસાની કિંમત! મહાનુભાવો! આ આપણું એટલું સોનું અને પારકું એટલું પિત્તળ!
આ સડેલી મનોદશાને જરા વિચાર સરખો પણ કરશો તે તમારા હૈયાં કંપવા લાગશે, બીજાને અંગે ખર્ચ ન થ હોય તે પણ કહેવું છે કે હજારનું પાણી થઈ ગયું છે અને પિતાને અંગે ખરેખર ખર્ચાયા હોય તે પણ એવું કહી દેવાને જીભ તૈયાર જ છે કે “કેવી શાસનેન્નતિ થઈ! ” અસ! બીજાને અંગે પાછું અને ધુમાડો' શબ્દ વપરાય છે. અને પિતાને અંગે ખર્ચ થયે હેય. તે કહે “શાસનઉન્નતિ” થાય છે.