SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૨૦૩, આતંક થયે ને ઝટ તરત જીવને અંત લાવે. રેગ લાંબા કાળ ચાલે, આતંક જલ્દી જીવને નાશ કરે, તે ઘર ઘાલે તેમ તેની દવા દાકતરખર્ચ વધારે થશે. મારી, મરકીએ કે જેના ઉપાય કરવાનો વખત જ નહિ, તે મનુષ્યના સમુદાયને ઉપદ્રવ કરી ખલાસ કરશે. उस्सिंखलखलजणहीलणाहि, अणिमित्तत्थघडणाहिं । पाविस्सइ खणमेत्तपि, नेव सेोक्ख विसिदठजो ॥ ११॥ દુષ્કાળ પડે ત્યારે મjષ્યને પંચાત હોય, ગીધડાને પંચાત ન હોય. ગીધડાને તે વધારે મરે તે વધારે ખાવાનું મળે. તેમ સારા મનુષ્ય દુષમકાળમાં ક્ષણ પણ સુખ નહિ પામે. ઉછૂખલ એટલે સાંકળ તોડીને નીકળેલે હાથી ઉછુંખલ કહેવાય, તેમ મર્યાદા છોડનારા લેકે ઉછ ખલા કહેવાય. ખલ એટલે લુચ્ચા, સાંકળમાં નહિ, તેવાઓ આખે દહાડે કુથલી કરશે. બકીને બેસી નહિ રહે, પણ અનર્થ ઉત્પન કરવા, ઉપતાપના રસ્તા કરવા, પીડાઓ કરે. પ્રમાદમાં આપણે આવીએ તે પીડા કરે જ ને? અનર્થની ઘટના આપણા માટે શા માટે કરે? અનિમિત્તે પીડા કરે, ખલ પુરુ વગર કારણે અનર્થકારી વર્તન કરે તેને લઈને શ્રેષ્ઠ પુરુષોને ક્ષણમાત્ર સુખ નહિ મળે. वाससहस्सा इह एकवीसई जाव दोसपरिहीणं । दुप्पसहत चरणं, पवित्तिहि भरहखेत्तमि ॥ १२ ॥ મારવાડને પ્રદેશ નિર્જળ કહેવાય. સારું ઝાડ ન ઉગે છતાં કૂવામાં ઊંડી પણ પાણીની સેર વહે. મારવાડમાં સેર નથી હોતી તેમ સમજે તે ભૂલ થાય છે. તેમજ રસાળ જમીને નથી, તેમ કહે તે કામ ન લાગે. તેમ ગુરુની આવી સ્થિતિ દેખી શાસન નથી, એમ કહે તે ચાલે નહિ, પણ ૨૧ હજાર વરસ સુધી દુશ્મહસૂરિ સુધી ભાવચરિત્ર, રહેશે. તેમ જૈનશાસન ત્યાં સુધી રહેવાનું છે. ઉપર જણાવેલ કે, આ જ ભરતક્ષેત્રમાં દોષહીન ચારિત્ર શ્રીદુષસૂરિજી સુધી સંપૂર્ણપણે રહેવાનું. આમ પાંચમા આરાની સ્થિતિ જાવી. આ પંચમઆર અનેક દુઃખ સ્વરૂપ હેવા છતાં પણ ભગવાનનું શાસન તે પાંચમા આરાના છેડા સુધી જયવંતુ વર્તશે. શાસનના છેડા સુધી નજીક મોક્ષગામી આત્માઓ હશે. જે શાસનની આજ્ઞા આરાધી ત્રીજે ભવે મોક્ષે જશે. તે આપણે પણ સંસારનું દુષમાકાળનું સ્વરૂપ સમજી ધર્મારાધન વિશેષ પ્રકારે કરવા ઉદ્યમવત બનવું.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy