SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૨૪ પર્વ મહિમા દર્શન કઈ ખાસ પ્રસંગ નથી કે તેવું ફરમાન હોય. “અમારી આજ્ઞા વિના બાર બાર ગાઉમાં આવે ડેકે વગાડવાને કેઈને હુકમ નથી તે આ - કેણે નેબતને ગડગડાટ કર્યો ?” બાદશાહે “શી ધાંધલ છે, ? કોણ ચડી આવ્યું છે? કયે દુશમન દળ લઈને દિલ્હી ઉપર આક્રમણ લઈને આવ્યો છે ?” એ જાણવા સેવકોને તપાસ કરી લાવવા ફરમાવ્યું. નેકરી તપાસ કરી આવીને હાજર થઈને કહે છેઃ “જહાંપનાહ ! આ તે આપના પિતાજી, - હૂમાયું બાદશાહ પિતાના લાવલશ્કર સાથે તમને મળવા આવે છે.” હૂમાયું તે મરી ગયે હતે ! પણ આ તે ચમત્કાર છે ને ! હજી તે આ વાત થઈ રહી છે ત્યાં તે ખૂદબખૂદ (પતે આપોઆ૫) હૂમાયું આવીને ઊભે રહ્યો. પિતાના પુત્ર અકબરને વહાલથી ભેટ. પિતા પુત્ર પરસ્પર ખૂબ ખૂબ ભેટયા. હુમાયુએ પરિવાર તમામને મેવા, મિઠાઈથી ભરેલ થાળ વગેરે આપ્યા અને જોતજોતામાં તે જે આવ્યું હતું તેવો તે ચાલ્ય. બાદશાહે વિચાર્યું કે શું આ ઈદ્રજાલ છે? નહિ, નહિ ! ઈન્દ્રજાલ નથી કેમકે આપવામાં આવેલી ચીજો મેવા, મિડાઈ, ભાજનાદિ તે વિદ્યમાન છે. જાણયું, જાણયું. આ ચેષ્ટિત ગુરુમહારાજનું છે. એમણે જ આ ચમત્કાર બતાવી દીધું !” બાદશાહે નમન કરી ગુરુમહારાજની સ્તુતિ કરી. ચમત્કાર ત્રીજો ! ઈછા માત્રમાં કિલ્લે સર ! એક વખત બાદશાડ અટક જીતવા સૈન્ય લઈને દિલ્હીથી નીકળે. સાથે ઉપાધ્યાયને પણ લીધા છે. નાના મોટા પ્રમાણે લશ્કરની સાથે ઉપાધ્યાયજી પણ પદ્ધવિહાર કરે છે, પરિશ્રમને ગણકારતા નથી. આ વખતે ધર્મોપદેશ નથી. એક વખત લશ્કરે બત્રીસ કેશનું મોટું પ્રયાણ કર્યું. ઘેડા, હાથી, ઊંટ, બળદ, ગાડાં વગેરેને ઉપગ કરનારને તે વાંધો નહિ પણ ઉપાધ્યાયજીની શી દશા ! એમને પગે એવા તે સજા આવી ગયા છે કે પગલું પણ ઉપાડવા તે સમર્થ નથી. મુકામ થયા પછી બાદશાહે જ્યારે સાથે આવનારની નામાવલિ તપાસી, ત્યારે છેલ્લે ઉપાધ્યાયજીનું નામ પણ જોયું. તે વખતે તેને ખ્યાલ આવ્યો કે :
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy