________________
-: પ. પૂ. આ. :– : શ્રી આનન્દસાગરસૂરીશ્વરેભ્યો નમ:
શ્રી આરામોદ્ધારક પ્રવચન
પ્રકાશન સમિતિ ની સમસ્ત જૈન સંઘને નમ્ર વિનંતી :*
આગમશાસ્ત્ર જૈનસાહિત્યને મૂળભૂત ખજાને છે. સર્વ પ્રમાણમાં આગમપ્રમાણુ” પણ મહત્વનું પ્રમાણ છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવંતેએ સૂત્રબદ્ધ કરીને ગૂંથી છે. સચરાચર જગતના સર્વ દ્રવ્ય ગુણ પર્યાથી સભર જ્ઞાનના ખજાના સમા આગ વિકમની પાંચમી શતાબ્દિમાં વલ્લભીપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમા શ્રમણની નિશ્રામાં પુસ્તકારૂઢ થયા. અનેક બહુશ્રુતજ્ઞાની ગીતાર્થીએ ચૂર્ણ, ટીકાઓ વગેરે લખીને આગમિક અભ્યાસમાં વૃદ્ધિ કરી.
આ આગમિક મહાપુરુષોની પરંપરામાં વીસમી સદીમાં આગદ્ધારક પરમશ્રદ્ધેય પૂ. આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજનું નામ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. પૂજ્યશ્રીએ જીવનભર સતત સખત પરિશ્રમ લઈને આગમોનું સંશોધન કરીને પુનર્મુદ્રણ કરાવ્યું. એટલું જ નહીં, કિંતુ પિતાના અગાધ ઊંડા અભ્યાસથી આગ ઉપર પ્રવચન આપીને અનેક આત્માએને તાર્યા છે. આવા આગમિક તાત્વિક પૂજ્યશ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય-પ્રશિએ લખીને, સંકલન કરીને સંઘના લાભાર્થે પુસ્તકોરુપે
પ્રકાશિત પણ કર્યા હતાં. પરંતુ આજે તેમાંના ઘણા મળતાં નથી. તેથી નિરાશા અનુભવીને આગમિક, તાત્વિક બોધથી સમાજ વંચિત રહે છે.