________________
અઠાઈ વ્યાખ્યાન
હોય તે ત્યાં જોવા જવાની વખતે ફુરસદ નથી” એમ કહે છે ખરા? તે વખતે તમારા કાળજામાં કુરસદ નથી, એમ કેમ નથી આવતું ? ફુરસદ નથી એમ બોલીએ તે મૂર્ખ ગણવું પડે, ત્યાં જ્યારે જરૂરી કામ છે ત્યારે વગર જરૂરી આ ધર્મનું કામને ? આ કુરસદીયાનું કામને? દુનિયાદારીની ચીજ જરૂરી લાગે છે, અને ધર્મનું કાર્ય તે કુરસદ મળે તો કરીએ.
ઘેર રકમ લેવા આવ્યો હોય તે વખતે ગલ્લામાં નથી એમ બેલાય છે ? લેણદાર આવે ત્યારે એમ ન બેલે. કઈ પણ લેણદારને દેણદાર એમ જવાબ ન દઈ શકે કે ગલ્લામાં નથી; ગલ્લામાં ન હોય તો બહારથી લાવી સગવડ કરવી જ જોઈએ; “નથી” તે જવાબ ન દેવાય તે પછી ધર્મનાં કાર્યોમાં “કુરસદ નથી એ શબ્દ કેમ બેલાય છે? ફૂટકલીયે બા માગવા આવે તે ગજવામાં નથી બોલાય, પણ લેણદાર માગવા આવે ત્યારે ગલ્લામાં કે ગુંજામાં નથી એમ ન બેલાય. અહીં શા રૂપે કઠો છે? તમે ધર્મની કેટલી કિંમત કરી છે? કુરસદખાતા જેટલી કિંમત ધર્મની ગણી છે, ભાગ્યશાળીઓ ! ધર્મ લટક સલામીય ચીજ નથી, બહુમાનની ચીજ ધર્મ છે. “સલામ કરી તો યે ઠીક, ન કરી તે યે ઠીક.” તેવું ન થાય માટે અહીં કહેવું પડે છેઃ ફુરસદનો સવાલ ધર્મિઠના મેં ન હોય! નિયમિત આઠમ ચૌદશના દિવસો પૌપધથી આરાધવા જોઈએ. જજાળ વગરના કરી શકે, પણ જંજાળવાળા શી રીતે કરી શકે ? પૌષધ અને ઉપવાસ કરી, પર્વ દિવસે રહેનારા જે હોય તે સામાન્ય નહિ. પૌષધ કરનાર ભાગ્યશાળીઓ છે.
ઉદાયન રાજર્ષિએ કેવા વખતે પૌષધ કર્યો છે તે વિચારે! શત્રુના ઘરમાં–જંગલમાં વસવું પડેલું છે. તેવા ધખતે પણ પર્વને પૌષધ ન છે. સિંધ સૌવીર દેશના ઉદાયન રાજા માળવામાં સપડાઈને રહ્યા છે, તે વખતે પણ પૌષધ છે. નથી. તેઓને ધન્ય છે. એ ગૃહસ્થ છે, માયા મમતામાં ફસાએલા છે છતાં પૌષધ કર્યો છે.
ઉંટના અઢારે વાંકાં, છતાં ઉંટ મુસાફરીમાં કામ લાગે છે, રણમાં ઉંટ કિંમતી છે. અઢારે અંગ વાંકાં છે, છતાં એક ગુણ જબરજસ્ત છે,