________________
ભાવાર્થ- આ લેકમાં સર્વે સંસારી જ સંસારરૂપ ચક્ર ઉપર ચઢી પાંચ પરાવર્તન (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ) રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે ત્યાં દર્શન મેહનીય કર્મના ઉદયરૂપ પિશાચથી જોતરવામાં આવે છે. આ કારણે વિષયની તૃષ્ણારૂપ દાહે કરી અત્યંત પીડિત (દુઃખી) થાય છે. વિશેષમાં એ દાહ શાંત કરવાને ઉપાય ઈન્દ્રિાના વિષય રૂપાદિકને સમજી તેના ઉપર દેડે છે. તથા મહામહ-મૂઢ જી માંહો માંહી વિષયાના આચાર્યો બની વિષયોને જ બોધ આપે છે-ઉપદેશ કરે છે. એટલા માટે કામ (વિષયની ઈચ્છા) તથા ભેગ (તે વિષયને ભેગવવા) એ બન્નેની કથા તે અનંતવાર સાંભળી, પરિચયમાં આવી અને અનુભવમાં પણ આવી ગઈ. આ માટે જ તે બહુ સુલભ છે. પરંતુ સર્વે પરદ્રવ્યથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર ( સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્રરૂપ એકતા) સ્વરૂપ પિતાના આત્માની કથાનું તે પિતાને સ્વયમેવ જ્ઞાન કયારે પણ થયું નહીં. જેમને જ્ઞાન થયું છે, એવા સમજ્ઞાનીની અનન્ય ભક્તિ, સહૃદય સેવા પ્રેમથી કયારે પણ કરી નહીં અને તેઓની પાસેથી આત્માના એકવાણાની કથા( વાત–સ્વરૂપ) કયારે પણ સાંભળી નહીં; પરિચય પણ કર્યો નહીં અને અનુભવમાં પણ આવી જ નહીં. એજ કારણથી એનું પામવું સુલભ નથી કિંતુ અત્યંત દુર્લભ છે.
भवति तनु विभूतिः कामिनीनां विभूति । स्मरसि मनसि कामि स्त्वं तदा मद्वचः किम् ॥ सहज परम तत्वं स्वस्वरूपं विहाय । व्रजसि विपुल मोहं हेतुना केन चितम् ॥ ३० ॥