________________
મંત્રને ભૂંસી નંખાવવાનું કારણ એ હતું કે તેમ કરાવ્યા વિના તે દેવની હિંમત ચકવર્તીને મારી નાખવાની ન ચાલી. એટલા માટે કે જગતપૂજ્ય જિનેન્દ્ર ભગવાનના ભક્તને એ એકાએક કેવી રીતે મારી શકે ? ન મારી શકે. તે દેવતાને એ પણ ભય હતો કે તે સમય કે જિનશાસનનો અન્ય કોઈ ભકત દેવ અનાયાસે તેને ચક્રવર્તીને મારી નાખતાં અટકાવી બચાવી લે. હવે તે દેવને શાંતિ થઈ કે મંત્રને પગ વડે ભૂસી નાખવાથી ચક્રવતી જૈન ધર્મને શ્રેષી થયો. આ રીતે તે દેવે ચકવર્તીને મારી નાખ્યું. રૌદ્રધ્યાનથી મરી ઘેર પાપના પરિણામે સુભૌમ ચકવર્તી સાતમી નરકે ગયે.
ધિકાર છે તે મૂર્ખતાને અને તે જીન્હા-ઈન્દ્રિયની લુપતાને? જેને વશ થઈને છ ખંડ પૃથ્વીને ચકવતી સમ્રાટ દુર્ગતિમાં (કમી નરકે) ગયે. જે જીવને જિન ભગવાનના ધર્મ ઉપર સાચે ને અડગ વિશ્વાસ નથી હેતે તેને ચક્રવર્તીની માફક દુર્ગતિમાં જવું પડે તો શું આશ્ચર્ય છે? કશુંય નથી. તે જ પુરુષને ધન્ય છે, અને તે જ પુરુષ સર્વને આદર પાત્ર છે, કે જેના પવિત્ર હદયકમળમાં શાશ્વત સુખને આપવાવાળા જિનવચન રૂપ અમૃતનો પ્રવાહ સદાય વહ્યા જ કરે છે. એ વચનો ઉપર સંપૂર્ણ દઢ વિશ્વાસ રાખવો તેને સમ્યગ્દર્શન કહે છે. આ સમ્યગ્દર્શન જીવમાત્રનું હિત કરવાવાળું છે. સંસારના ભયને નાશ કરવાવાળું છે, નાના પ્રકારનાં સુખને આપવાવાળું છે અને મોક્ષપ્રાપ્તિનું મૂળ કારણ છે, દેવ, વિદ્યાધર આદિ સર્વ મહાન પુરુષો સમ્યગ્દર્શનની અથવા તેને ધારણ કરવાવાળાની પૂજા કરે