________________
અત્યંત આવશ્યક છે. પરમાત્માના સ્વરૂપને જાણ્યા વગર તેનું ધ્યાન થઈ શકતું નથી અને પરમાત્માનું ધ્યાન કર્યા વગર આ આત્મા પરમાત્મા બની શકતા નથી તેથી આ આત્માને પરમાત્મા બનવા માટે પરમાત્માના સ્વરૂપને જાણ તેનું ધ્યાન કરવું જોઈએ. જે ભવ્ય જીવ તે પ્રમાણે પરમાત્માનું ધ્યાન કરે છે તે અવશ્ય જ મેક્ષ પદને પ્રાપ્ત થાય છે.
પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં રહેવાવાળે જવ બહિરાત્મા છે, ચેથા ગુણસ્થાનમાં રહેવાવાળે સમ્યગ્દષ્ટિ જીવ જઘન્ય અંતરાત્મા છે અને પાંચમાં ગુણસ્થાનથી લગાવી અગિયારમાં ગુણરથાન સુધી ઉપર ઉપર ચડતે વધારે વધારે વિશુદ્ધતા ધારણ કરતે જીવ મધ્યમ અંતરાત્મા છે. બારમાં ગુણસ્થાન વતી જીવ ઉત્તમ અંતરાત્મા છે, તે બધા પર સમયી છે તેરમાં ચોદમાં ગુણસ્થાન વતી, કેવળી ભગવાન સકલ પરમાત્મા અને સિદ્ધ પરમેષ્ટી નિકલ પરમાત્મા સ્વરામયી છે. અર્થાત્
જ્યાં સુધી જે જીવ સાથે ઘાતી આકર્મોને સંબંધ છે ત્યાં સુધી તે જીવ પર સમયી છે. વિશેષાર્થ - પિતાના પરમાત્મ સ્વરૂપમાં રમણ કરવું તે સ્વચારિત્રરૂપ સ્વસમય છે. અને પર સ્વરૂપમાં રમણ કરવું તે પરચારિત્ર રૂપ પરસમય છે. જે કોઈ પુરુષ મેહ કર્મના વિપાકને વશીભૂત થઈ રાગરૂપ પરિણામેથી અશુદ્ધોપયેગી થાય છે તે (જીવ) પરમાં શુભાશુભ ભાવો કરે છે તે કારણે સ્વરૂપાચરણથી ભ્રષ્ટ થઈ પરવસ્તુનું આચરણ કરવાથી પરસમયી છે એવું મહંત પુરુષેએ કહ્યું છે,