________________
૭૦૩
પ્રતિજ્ઞા કરે, પણ ભવિષ્યમાં તેને નિર્વાહ થશે કે નહીં તેને વિચાર ન કરે, તે પરિણામ બગડે, પ્રમાદ વધે, આકુળતા ઉપજે અને છેવટે પ્રતિજ્ઞાને ભંગ થતાં શિથિલાચાર પ્રવૃત્તિ થાય, ધર્મનિંદાય, પોતે પાપી થાય, કારણ કે પ્રતિજ્ઞાભંગ કરવાનું તે શાસ્ત્રમાં મહાપાપ કહ્યું છે, એ કરતાં તે પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે.
. વળી કઈ જીવ આવ્રત, મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે તથા આચરણનુસાર જ પરિણામ છે મેહ માયા લાભાદિકને અભિપ્રાય પણ નથી ધર્મ જાણ મેક્ષ અથે તેનું સાધન પણ કરે છે, સ્વર્ગાદિ ભેગોની ઈચ્છા રાખતા નથી. પરંતુ પ્રથમ તdજ્ઞાન જ થયું નથી એટલે પિતે જાણે કે “હુ મેક્ષનું સાધન કરે છું પણ મોક્ષના સાધનને તે તે જાણતાજ નથી કેવળ સ્વર્ગાદિકનું સાધન કરે છે અને જેવું સાધન કરે છે તેવુંજ ફળ પામે છે. શાસ્ત્રમાં “સમ્યકુ' પદને અર્થ જ એ છે કે અજ્ઞાન પૂર્વક આચરણની નિવૃત્તિ થાય અને સમ્યકત્વ પૂર્વક આચરણની પ્રવૃત્તિ થાય તેજ આત્માને લાભકર છે. માટે પહેલા તત્વાર્થનું યથાર્થ દઢ શ્રદ્ધાન થાય પછી જ ચારિત્ર હોય તેજ સમ્યક ચારિત્રને પામે છે. મોક્ષના સાધનથી મોક્ષની પ્રાપ્તિ થાય અને સંસારના સાધનથી સંસારની પ્રાપ્તિ થાય એ નિયમ થયે. હવે મોક્ષનું સાધન તે સમ્યક તત્ત્વજ્ઞાન પૂર્વક ચારિત્ર છે અને સંસારનું કારણ તે મિથ્યાતત્વજ્ઞાન પૂર્વક ચારિત્ર છે તેથી સંસાર વધે પણ ભવ કેમ ટુટે?
વળી કોઈ જીવ સમ્યગ્દર્શન, જ્ઞાનનું અયથાર્થ સાધન કરી યથાર્થ વવાદિ આચરે છે તે પણ યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાન ન