________________
વ્યવહાર સમ્યગ્દર્શનનું સ્વરૂપ यच्छद्धानं जिनोत्केरथ नयभजनात्सप्रमाणादबाया-। प्रत्यक्षाचानुमानात् कृतगुणगुणिनिर्णीतियुक्तं गुणाढयम् । तत्त्वार्थानां स्वभावाद् ध्रुवविगमसमुत्पादलक्ष्मप्रभाजां । तत्सम्यकत्वं वदन्ति व्यवहरणनयाद कर्मनाशोपशान्तेः
પરરા અર્થ- સ્વભાવથી ઉત્પાદ, વ્યય, અને પ્રૌવ્ય લક્ષણથી યુકત તત્વાર્થને જિન ભગવાનના આગમથી, પ્રમાણથી, નૈગમાદિ નયના વિચારથી, અબાધિત (નિર્દોષ, પ્રત્યક્ષ તથા અનુમાનેથી અને કર્મોનો ક્ષય ઉપશમ, ક્ષયે પશમથી, ગુણ ગુણના નિર્ણયથી યુક્ત તથા નિ:શક્તિાદિ ગુણે સહિત જે શ્રદ્ધાન થાય છે તેને વ્યવહારનયથી સમ્યકત્વ કહે છે અથવા તે વ્યવહાર સમ્યકત્વ છે. ભાવાર્થ- દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ તથા ક્ષપશમથી છવાદિ સાત તો અથવા નવ પદાર્થોને વિપરીતાભિનિવેશરહિત અને પ્રમાણ, નયાદિના વિચાર સહિત જે શ્રદ્ધાન થાય છે તેને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. અને તે સાત તને ઉપદેશ કરવાવાળા સાચાદેવ, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યેનું આઠમદ, ત્રણ મુઢતા, આઠ દેષ, છ અનાયતન રહિત શ્રદ્ધાન કરવું તેને વ્યવહાર સમ્યકત્વ કહે છે. અથવા સાચાદેવ, ગુરુ, શાસ્ત્ર અને જીવાદિ પદાર્થોનાં યથાર્થ સ્વરૂપ અનુસાર તલવારની ધાર સમાન અડેલ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે.