________________
૨ મન વચન કાયાની બાહ્યચેષ્ટા મટાડે, પોપચિંતવન ન કરે,
મૌન ધારણ કરે તથા ગમનાદિ ન કરે તેને ગુપ્તિ માને છે. હવે મનમાં ભકિત આદિરૂપ પ્રશસ્ત રાગાધિરૂપે નાના પ્રકારના વિકલ્પો થાય છે અને વચન કાયની ચેષ્ટા રેકી રાખે છે પણ એ તે શુભ પ્રવૃત્તિ છે. હવે પ્રવૃત્તિમાં તો ગુપ્તિપણું બને નહી વીતરાગ ભાવ થતાં જ્યાં મન વચન કાયની ચેષ્ટા થાય નહિ એજ ખરેખર ગુપ્તિ છે તેનું તો તેને જ્ઞાન નથી તેથી તે સૂમ મિથ્યાત્વ છે.
પરજીની રક્ષા અર્થે યત્નાચાર પૂર્વક પ્રવૃત્તિને સમિતિ માને છે. હવે રક્ષારૂપ પરિણમેથી જે સંવર થાય તે પુણ્ય બંધના કારણ કયા ઠરશે? માટે તે સંવરનું કારણ નથી પણ મુનિને કિંચિત્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસકતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીને દુઃખી કરી પોતાનું ગમનાદિ પ્રયજન સાધતા નથી તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે તેથી તે ખરેખર સમિતિ છે. -
૪ સ્વર્ગ, મોક્ષના લેભથી વા બંધાદિના ભયથી ક્રોધાદિક
કરતું નથી પણ ત્યાં ક્રોધાદિક કરવાને અભિપ્રાય તો ગયે
નથી તેથી તે ક્રોધાદિકને ત્યાગી નથી. જીવને પદાર્થ - ઈષ્ટનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે પણ જ્યારે તત્વજ્ઞાનના
અભ્યાસથી ઈછાનિષ્ટ પદાર્થ જણાતા નથી તે કોધાદિક પણ ઉપજતા નથી તે જ યથાર્થમાં ક્ષમાદિ ધર્મ છે. -