________________
અ- સમ્યગ્દષ્ટિ જીવ, ભય, આશા, સ્નેહ અને લાભથી પણ કુદેવ, કુલિંગી અને કુઆગમને પ્રણામ કે વિનય કસ્તુ નથી. ભાવાર્થ- કામ, ક્રોધ, ભય, ઈચ્છા, સુધા, તૃષા, રાગ, હેલ, મદ, મોહ, નિદ્રા, હર્ષ, વિષાદ જન્મ, મરણાદિ દેષ યુક્ત છે તે બધા કુદેવ છે. પાખડી, વિષય કષાયી, આરંભી પરિગ્રહધારી આદિ કુલિંગી છે અને જેમાં પરસ્પર, પૂર્વાપર વિરોધ છે એવા કુઆગમને સમ્યગ્દષ્ટિ કદી પણ ભયને કારણે, આશાને કારણે, નેહને કારણે, લેભને કારણે વિનય, નમસ્કાર કરતા નથી. જેના મતમાં પણ આ હુંડાવસર્પિણીકાળમાં વિષયાશકત, પરિગ્રહ ધારી આરંભી હોવા છતાં પણ મહાતી કહેવડાવે છે તે બધો કળિકાળ ને પ્રભાવ છે. તેમને લેક લજજાદિ વડે પણ વંદનાદિ શુદ્ધ સમ્યગ્દષ્ટિ કરતા નથી. આગમમાં અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાવાળા મહાવતીને નિદનું ફળ કહ્યું છે. તે તેવા કલિંગીઓને સુદૃષ્ટિ કેમ નમસ્કાર કરે ? નજ કરે.
- સાત ભયેનું સ્વરૂપ . तत्र भितिरिहामुत्र लोके वै वेदना भयम् ।
चतुर्थी भांतिरत्राणं स्यादगुप्तिसु पंचमी ॥५१८॥ 'भीतिः स्याद्वा तथा मृत्यु तिराकस्मिकं ततः । - क्रमादुद्देशिताथेति सप्तैताः भीतयः स्मृताः ॥५१९॥ અર્થ - આલેકને ભય, પરાકભય, વેદનાને ભય, અરક્ષાલય, અગુપ્તિભય, મરણને ભય અને આકસ્મિકભય એમ સાત ક્રમથી ભય જાણવા.