________________
સમ્યકત્વ પ્રકૃતિને પરંપરા મોક્ષનું કારણ માન્યું છે. જેમ મારેલ વિષ ખાવાથી ઝેર ચડતું નથી, તેમ સમ્યકત્વ પ્રતિ, સમ્યકત્વ ભાવને નાશ કરવામાં અશક્ય છે. અથોત શકિત રહિત છે તે કારણે ઉપકારી છે. શકાકાર- હે ભગવંત! આપે કર્મની અચિત્ય શકિતનું વર્ણન કર્યું, તે સાંભળી મારા મનમાં બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. કે, તે કર્મને નાશ કોણ ઉપાયથી થઈ શકે? વળી જીવની કાળલબ્ધિ આવી ગઈ છે કે નહીં તેનું જ્ઞાન આત્માને સત્તામાં રહેલા કમેનું કયા પ્રકારે થઈ શકે તે આપ કૃપા કરી વિરતાથો કહે. ઉત્તર- હે ભવ્ય ! તને મેં આગમભાષાથી દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયના પશમની કાલ લબ્ધિઓનું આગળ કથન કહ્યું છે. તે કર્મની થતી સ્થિતિ તે પરમાવધિ, સાવધિ મન પર્યય એને કેવળજ્ઞાનીજ જાણી શકે છે. તેને વિષય મતિ, કૃત, કે દેશાવધિજ્ઞાનને નથી. કર્મને નાશ કરવાને ઉપાય તને અધ્યાત્મભાષાથી નિજ શુદ્ધાત્માની સન્મુખ પરિણામ રૂપ કાલલબ્ધિનું વર્ણન હવે હું કરું છું, તે તું શાન્ત ચિત્તે સાંભળ. - અધ્યાત્મ કલલબ્ધ
જે કાળમાં કાર્ય અને તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તેજ ભવિતવ્ય છે, માટે બુદ્ધિ પૂર્વક સમ્યક પ્રકારે પુરુષાર્થને ઉદ્યમ કરે તે આત્માનું કાર્ય છે, જે જીવ શ્રી જિનેન્દ્રના ઉપદેશાનુસાર બુદ્ધિપુર્વક મોક્ષના પુરુષાર્થને ઉપાય કરે છે, તેને તે કાળલબ્ધિ વા ભવિતવ્ય થઈ ચુકયા છે, કારણ કે જે કર્મના ઉપક