________________
1 * આંખ પર પદાર્થને જાણે છે તે આંખનો ધર્મ છે. આંધળાને ધર્મ નથી. કારણ વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. હવે પર પદાર્થને આંખે જોયું તે આંખને દેષ નથી, કારણ કે દેખવું (જાણવું) તે આંખને સ્વતઃ સિદ્ધ ધર્મ છે અને ય પદાર્થો તેમાં જણાવવા ગ્યા છે, તે જણાય છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વ નામને ગુણ છે, તેમ આત્મામાં પણ પ્રમેયત્વ નામને ગુણ છે. જાણવું આત્માનો ધર્મ છે એટલે આત્મા પિતાના જ્ઞાન ગુણથી પિતે પિતાને જણાય છે. અર્થાત જાણે છે. એમ આત્મા સ્વપર પ્રકાશક જાણનાર થયા તે કાંઈ આત્માને દોષ નથી. - હવે જીવ જણવા યોગ્ય પદાર્થોમાં સારા નરસાં કરે અથવા મારાં તારાં કરે છે તેમાં દોષ કેને? પર પદાર્થોને કે પિતાને? જાણવાના સ્વભાવમાં આ અન્ય પ્રકારની અર્થ ક્રિયા કેમ કરે છે ? તે જ અપરાધ છે. તેનું નામ અજ્ઞાન છે. તે અજ્ઞાનને નાશ સમ્યજ્ઞાનથી થાય છે અને સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન પૂર્વક થાય છે એમ કાર્ય કારણની સિદ્ધિ થઈ. શંકાકાર - હે ભગવંત! મુનિને પણ વિષયમાં રાગદ્વેષ થતાં જોઈએ છીએ અને રાગદ્વેષ ઈચ્છાનિઝ બુદ્ધિ વિના થતાં નથી તે તેને પણ અજ્ઞાની કહેવો પડશે. ઉત્તર :- હે ભદ્ર! અજ્ઞાન બે પ્રકારનું છે. એક દઈનમેહનીયે કર્મના, ઉદયથી થતું સંશય, વિશ્વમ, વિમેહરૂપ અજ્ઞાન છે. અને બીજું જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થતું અજ્ઞાન છે. તે અને ક્રિયા ભિન્ન ભિન્ન છે. ગુણસ્થાનની અપેક્ષાએ પહેલું અજ્ઞાન પ્રથમના ત્રણ ગુણસ્થાન સુધી હોય છે અને બીજી અઝાન