________________
૫૫
જે ષટ ગુણુ હાનિવૃદ્ધિ રૂપથી નિરંતર પ્રવર્તમાન રહે છે તે હીસામે સ્વનિમિત્તોત્પાદ વ્યય થયા કરે છે. તે પ્રમાણે પરનિમિત્તથી પણ દ્રવ્યમાં ઉત્પાદ વ્યયનેા વ્યવહાર કરવામાં આવે છે. અગ્રાયણી પૂમાં આચાર્યે સાતસા સુનય અને દુ યાનું વર્ણન લખેલ છે. (જીએ જયધવલા ખંડ ૧ પૃષ્ટ ૧૪૦.) નિક્ષેપનું સ્વરૂપ.
नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ॥ ५०० ॥
અર્થ:- નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવનિક્ષેપ એમ નિક્ષેપના ચાર ભેદ છે.
ભાવાર્થ:- પ્રમાણુ અને નયામાં દ્રવ્યને આરોપણ કરવું તેને નિક્ષેપ કહે છે. પદ્મોમાં ચાર પ્રકારના વ્યવહાર જગતમાં પ્રચદ્વિત છે તેમાં
(૧) પહેલા પ્રકારનું સંક્ષેપમાં કથન એવું છે કે, કાઇ પદાથ માં ગુણુ, જાતિ, સ્વભાવની અપેક્ષા કર્યા વિના કાઇ નામ રાખી દેવું. જેમકે: કોઇ બાળકનું નામ સૂર્યસિંહ રાખી દેવામાં આવે પણ તે બાળકમાં સિંહ કે સૂર્યના એકપણ ગુ નથી. માત્ર લાક વ્યવહાર માટે નામ રાખવામાં આવે છે, તેનુ નામ નાનિક્ષેપ છે. તેમાં પૂય પૂજ્ય બુદ્ધિ થતી
નથી.
(૨) કાઈ કાષ્ટ, પાષાણુ, મિટ્ટિ આદિમાં સ્થાપના કરી એવે ભાવ થાય કે આ તેજ છે: અર્થાત્ ચિત્ર, મૂર્તિ આદિ દેખતા મનમાં તેના ગુણેામાં ભકિત, આદર ભાવ પ્રગટ