________________
||
શ્રી વીતરાગાય નમઃ |
1 શ્રી સમ્યકત્વ સુધા
*
:
:
:
:
:
:
:
:
:::
મંગલાચરણ
लक्ष्मीनिवासनिलयं विलीनविलयं नत्वा नेमिजिनम् ।
सम्यक्त्वसुधा महं वक्ष्ये मोक्षाय भव्यानाम् ॥ . અર્થ – હું, અનંતજ્ઞાનાદિ આત્મ સ્વભાવરૂપ અંતરંગ અપૂર્વ લક્ષ્મીનાબારી તથા છત્ર, ચામર, સિંહાસન, ભામંડળ આદિ બાહ્ય અનુપમ મહિમાનાધારી શ્રી નેમિનાથ જિનેશ્વરને અથવા કર્મ શત્રુઓના જિન (જીતનાર–નાશ કરનાર) થઈ ઈશ્વર પદને પ્રાપ્ત થયા છે એવા ભગવંતને નમસ્કાર કરી ભવ્ય જીવોના મુકિત સુખની પ્રાપ્તિ માટે સમ્યકત્વસુધા નામનો ગ્રંથ બનાવું છું. नमोऽस्तु तुभ्यं जगदम्ब भारति प्रसादपात्रं कुरुमा हि किरम् । तव प्रसादादितचनिर्णयं यथास्वबोध चिदघे स्वसविदे ॥