________________
અપેક્ષાથી ચારે ગતિઓમાં કયા પ્રકારના સમ્યકત્વ સહિત હોય છે તેનું સંક્ષેપમાં વિવેચન નીચે પ્રમાણે છે
નરકગતિ (૧) પહેલી નરકમાં પર્યાપ્તમાં ત્રણ સમ્યક્ત્વ હેય છે. ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયક. અને અપર્યાપ્ત અવસ્થામાં કૃતકૃત્યવેદક અને લાયક હોય છે. બીજી નરકથી સાતમી નરકના નારકીઓને પર્યાપ્તમાં ઉપશમ અને વેદકસમ્યકત્વ હોય છે. અપર્યાપ્તમાં કોઈ પણ હેતું નથી. નરકમાં છ પર્યાપ્તિઓ પૂર્ણ થયા બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા થાય છે. તેમાં પહેલી નરકથી ત્રીજી નરક સુધીમાં ધર્મશ્રવણ, જાતિસ્મરણ અને વેદના બાહ્ય નિમિત્ત કારણ હેપ છે અને ચોથી નરકથી સાતમી નરક સુધીમાં જાતિસ્મરણ અને વેદના નિમિત્ત કારણ છે.
શંકાકાર - હે ભગવંત! બધા નારકીઓને જાતિસ્મરણ તથા વેદના હોય છે, તો શું બધા જ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે?
ઉત્તર:- હે ભવ્ય ! સામાન્ય જાતિસ્મરણ અથવા વેદનાથી સમ્યગ્દર્શન થતું નથી. પણ પૂર્વભવમાં ધર્મબુદ્ધિથી કરવામાં આવેલાં કૃત્યેની વિફલતાના દર્શનથી અથવા મિથ્યાત્વમાં વેદના આદિ કારણેને જાણવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એવા પરિણામ સર્વે નારકીઓને થતાં નથી તેથી બધા સમ્યગ્દષ્ટિ થઈ શકતા નથી. ત્રીજી નરક સુધી સમ્યગ્દષ્ટિ દેવ પોતાના પૂર્વભવના