________________
છે બન્નેના સ્વરૂપમાં ભેદ નથી. ક્ષયશમિક સમ્યકત્વમાં કઈ
જીવને અનંતાનુબંધીને અપ્રશસ્ત ઉપશમ થાય છે વા કોઈને વિસાજન પણ થાય છે. પણ જેને વિસંયોજન અનંતાનુબંધીને થયો છે એ ક્ષપશમ સમ્યગ્દષ્ટિ જે તે મિથ્યાત્વમાં આવે તે અનંતાનુબંધીને બંધ થતાં ત્યાં તેની સત્તાને સદ્ભાવ થાય છે. અનંતાનુબંધી કષાયને અપ્રશસ્ત ઉપશમ અથવા વિસંયોજન કરે છે અને દર્શનમોહનીયને ભેદ જે મિથ્યાત્વકર્મ અને સમિથ્યાત્વ કર્મ એમ બન્નેને પ્રશસ્ત ઉપશમરૂપ કરી અથવા અપ્રશસ્ત ઉપશમ કરી અથવા ક્ષય કરવાની સન્મુખ થઈ અને સમ્યકત્વ પ્રકૃતિરૂપ દેશઘાતી સ્પદ્ધકને ઉદય થવાથી જે તત્વાર્થ શ્રદ્ધાન છે લક્ષણ જેનું એવું સમ્યકત્વ થાય તેને વેદક એવું નામ કહે છે. જ્યાં વિવક્ષિત પ્રકૃતિ ઉદય આવવા યોગ્ય નહીં અને સ્થિતિ અનુભાગ ઘટવા, વધવા અથવા સંક્રમણ થવા યોગ્ય થઈ ત્યાં અપ્રશસ્તપશમ જાણવું. અને જ્યાં ઉદય આવવા લાગ્ય ન થઈ અને સ્થિતિ, અનુભાગ ઘટવા, વધવા, અથવા સંક્રમણ થવા યોગ્ય પણ ન થઈ ત્યાં પ્રશસ્ત પશમ જાણવું. સમ્યકત્વપ્રકૃતિને ઉદય થતાં દેશઘાતી સ્પર્ધક તત્વાર્થ શ્રદ્ધાનને નાશ કરવાને અસમર્થ છે અને શ્રદ્ધાનને ચલ, મલ, અગાઢ દોષથી દૂષિત કરે છે અર્થાત સમ્યફમેહનીય માત્ર તત્વાર્થ શ્રદ્ધાનમાં મલ ઉત્પન્ન કરવાને સમર્થ છે તે કારણે તે સભ્યપ્રકૃતિને દેશઘાતિપણું છે. તે સમ્યકત્વપ્રકૃતિના ઉદયને અનુભવ કરતે જીવ વેદક સભ્યદષ્ટિ છે.