SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ કૃષ્ણલેશ્યાને ઉત્કૃષ્ટ કાલ ૩૩ સાગર, નીલેશ્યાને ૧૭ સાગર, કાતિલેશ્યાને ૧૭ સાગર, પિતલેશ્યાને કાળ ૨ સાગર, પલેશ્યાને કાળ ૧૮ સાગર, શુકલ લેસ્થાને ૩૩ સાગરથી કાંઈક વધારે છે. આ ઉત્કૃષ્ટ કાળ દેવ, નારકીઓની અપેક્ષાથી છે. તેમાં વિશેષતા એટલી છે કે જે પૂર્વ પર્યાય છેડી દેવ અથવા નારકમાં ઉત્પન્ન થાય છે તે પર્યાયના અંતના અંતર્મુહૂર્તમાં તથા દેવ, નારક પર્યાયને છેડી જે પર્યાયમાં ઉત્પન્ન થાય તે પર્યાયની શરૂના અન્તર્મુહૂર્તમાં તે જ વેશ્યા હોય છે. તે હીસાબે જીએ વેશ્યાઓના આગળ બતાવવામાં આવેલા ઉત્કૃષ્ટ કાલ પ્રમાણમાં બે અન્તર્મુહૂર્ત કાલ વધારે સમજવું જોઈએ. પતિ અને પદ્મ લેશ્યાના કાલમાં કાંઈક ઓછું અરધો સાગર વધારે થાય છે. જેમકે સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં બે સાગરની આયુ છે. પણ જે કઈ ઘાતાયુષ્ક સમ્યગ્દષ્ટિ સૌધર્મ અથવા ઇશાન સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે તેની અન્તર્મુહૂર્તથી ઓછી અઢી સાગરની પણ આયુ થઈ શકે છે. તે પ્રમાણે ઘાતાયુષ્ક મિયાદષ્ટિની પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આયુ વધારે પણ થઈ શકે છે. પણ આ વધારે એ છાપણું સૌધર્મ સ્વર્ગથી સહસાર સ્વર્ગ સુધીજ થાય છે. આગળના દેવોમાં ઘાતાયુષ્ક થતું નથી. અર્થાત્ ઘાતાયુષ્ક જીવની આગળના સ્વર્ગોમાં ઉત્પત્તિ નથી. નાના જીની અપેક્ષાઓ છએ લેસ્થાઓને સર્વકાલ છે અને એક જીવની અપેક્ષાએ બધી વેશ્યાઓને જઘન્ય કાલ અન્તર્મુહૂર્ત માત્ર છે. (ગે. જી. ગાથા પર-પપ૩ માં ઉત્કૃષ્ટ આયુષ્ય માટે જેવું.) ચતુર્થ ગુરુસ્થાન સુધી છએ લેશ્યાઓ હોય છે. દેશવિરત, પ્રમતવિરત, અપ્રમત્ત વિરત એ ત્રણ ગુણસ્થાનમાં
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy