________________
સાથેજ સમ્યકત્વને અવિનાભાવ સંબંધ છે. એ બનેમાં વ્યામિ, ઘટિત થાય છે. વ્યવહારસમ્યકત્વ નિશ્ચયસમ્યકત્વનું સાધક છે. અને નિશ્ચય સમ્યકત્વની ઓળખાણ સ્વાત્માનુભૂતિથી જ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ આ જીવને એકજવાર થઈ જાય તે તે જીવની નિયમથી મુક્તિ થાય છે. અદ્ધપુદ્દગળ પરાવર્તન કાળમાં નિયમથી મેક્ષે ચાલ્યા જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિને માટે જેમ કાલલબ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, જિનખિમ્મદર્શન, દેશનાલબ્ધિ આદિ બાહ્ય કારણે છે, તેમ ક્ષાપશમિકીલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, પ્રાયોગિકીલબ્ધિ, કરણલબ્ધિ અને દર્શનમેહનીય કર્મને ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આદિ અંતરંગ કારણ છે. જીવને સમ્યકત્વ ઉત્પન્ન થવામાં દર્શન મેહનીય કર્મને ઉદય બાધક છે. - જેને આત્મા અનાદિ કાળથી લાગેલ મિથ્યાત્વરૂપી મહાકલંકથી દૂષિત થઈ રહેલ છે એવા પ્રથમ દર્શનમેહનીયકર્મને ઉપશમ કરી સમ્યગ્દર્શન ગ્રહણ કરવું જોઈએ. જેમ પિત્તને વિકાર ઉત્પન્ન થવાથી ચિત્તવૃતિભ્રમિત થઈ જાય છે અને ચિત્તવૃત્તિ ભ્રમિત થવાથી યથાર્થ દર્શન નથી થતું, પરંતુ જ્યારે પિત્તને વિકાર દૂર થઈ જાય છે ત્યારે આપ આપ યથાર્થ દર્શન થઈ જાય છે એવી રીતે અંતરંગ કારણરૂપ દર્શનમેહનીય કર્મને ઉપશમ થવાથી યથાર્થ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જેમ સૂર્ય છે તે અંધકારને દૂર કર્યા વિના ઉદય નથી થતું તેમ સમ્યગ્દર્શન પણ મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કર્યા વિના ઉદય નથી થતું. સમ્યકત્વની ઉત્પતિનું અંતરંગ પ્રધાન કારણ અત્મિા પોતેજ છે. કેમકે આત્માના ઉત્સાહ અને સામર્થ્યથી જ,