________________
૪થા
કેવળ પરિણામથી જ થાય છે. બાહ્ય કારણથી નહિ. બાહ્ય કારણ તે અરિહંતદેવે કેવળ શુભ અશુભ પરિણામને ઉત્પન્ન થવામાં નિમિત કારણ બતાવેલ છે.
ભાવાર્થ- ભગવાનના હિતેપદેશને સાંભળીને સંપૂર્ણ લેક શરીરાદિકથી વિરક્ત થઈને હિત માર્ગમાં કેમ નથી લાગતા? તેને ઉત્તર આપે છે.
अलंध्यशक्तिर्भवितव्यतेयं । हेतुद्वयाऽऽविष्कृत कार्यलिङ्गा । अनीश्वरो जन्तुरहंक्रियातः । संहत्य कार्यविति साध्ववादीः ॥२८॥
અર્થ - અંતરંગ શુભાશુભ કર્મ તથા બહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ ચતુષ્ટય (સામગ્રી) એ બને હેતુઓથી ઉત્પન્ન થએલ, જે ઈષ્ટ અનિષ્ટ પદાર્થના લાભ લક્ષણ રૂપ કાર્યને માપવાનું ચિન્હ જેનું છે. (અનુમાનથી સિદ્ધ છે) એવી ભવિતવ્યતા (દેવ-કર્મ) જેનું ઉલંધન ન થઈ શકે એવી શકિત (સામર્થ્ય) સહિત છે, અલંધ્યશકિત વિશિષ્ટ છે. તે કારણથી સંપૂર્ણ લેક એને જીતવામાં અસમર્થ છે તથા સાંસારીક કાર્યોમાં અહંકાર રોગથી પીડિત છે એટલા માટે ભવિતવ્યતાને જીત્યા વિના સંસારી જીવ હિતમાર્ગમાં કેવી રીતે લાગી શકે! અર્થાત્ હિત માર્ગમાં નથી જોડાતા એમ સંતોષકારક ઉપદેશ શ્રી સુપાર્શ્વ પ્રભુએ ભને આપે. એજ ભવિતવ્યતાનું અલંધ્યશક્તિપણું વિશેષ પુષ્ટ કરવા ફરી કહે છે.