________________
૪૨૧
પુણ્ય પાપનું સ્વરૂપ पुण्यंतेजोमयंप्राहुः पाहुः पापं तमोमयम् ।
तत्पापं पुंसि किं तिष्ठेद्दयादीधितिमालिनि ॥८२०॥ અથ– પુણ્ય પ્રકાશ સ્વરૂપ છે અને પાપ અંધકાર સ્વરૂપ છે, એમ પૂર્વાચાર્યોએ કહેલ છે જે પુરુષ દયા રૂપી પ્રકાશને સૂર્ય છે એવા પુરુષમાં અંધકાર કેમ હોઈ શકે. અર્થાત્ કયારે પણ ન હોઈ શકે એ અપેક્ષાએ સાતિશય પુણ્ય માર્ગ દર્શક છે. ભાવાર્થ – આ જીવનારી કષાય છે. કષયના ઉદયથી જ આત્માને ઉપયોગ કલુષિત અથવા મલિન રહે છે. શુદ્ધપગ કપાયરહિત પરિણામ છે. એથી જ શુદ્ધોપગ મોક્ષનું કારણ છે. અશુદ્ધોપગ કષાય સહિત આત્માને ભાવ છે, એથી તે ભાવ બંધનું કારણ છે. આ અશુદ્ધઉપગના શુભ પગ અને અશુપાગ એવા બે ભેદ છે. જે જીવને અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વઆદિ ત્રણ દર્શનમેહનીયની એમ સાત કર્મની પ્રકૃતિઓને ઉપશમ થઈ જાય છે અથવા ક્ષપશમ અથવા ક્ષય થઈ જાય છે, તે સમ્યગ્દષ્ટિના કષાયે અંતરંગમાં મંદ થઈ જાય છે. એટલા માટે એવા જ જીવમંદ કષાયપૂર્વક જપ, તપ, સંયમ વ્રત ઉપવાસ, દાન, પરોપકાર, સ્વાધ્યાય, પૂજાઆદિ વ્યવહાર ધર્મમાં પ્રેમ કરતાં કરતાં શુભેપગના ધારક બનતા જાય છે. પરંતુ જે જીવને સમ્યગ્દર્શનરૂપી રત્નની પ્રાપ્તિ નથી થઈ, તે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વથી વાસિત આત્મા અશુભઉપગને ધારક હોય છે. કેમકે એનામાં દેખેલ, સાંભળેલ