________________
૪૦૯
હજાર સાગર–આઠ હજાર સાગર એ.) કર્મ એજ કાળમાં બાંધેલ હેય તે તથા સમસ્ત પરિણામની વિશુદ્ધિ દ્વારા નવીન બંધાવાવાળાં કર્મ પણ અન્ત:કોડાકડિ સ્થિતિને લઈને જ બંધાય છે અને સત્તામાં રહેલાં જે કર્મો, તે પણ સંખ્યાત હજાર સાગર કમ અન્તઃકડાકડિ સાગર પ્રમાણ સ્થિતિવાળાં રહી ગયાં હોય, તે સમયે પ્રથમ ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થવાની યેગ્યતા પ્રાપ્ત થાય છે, તે બીજી કર્મસ્થિતિના નામની કાળલબ્ધિ છે. ત્રીજી કાલબ્ધિ ભવની અપેક્ષાથી છે. જે ભવ્ય સંજ્ઞીપંચેન્દ્રિય હોય, પર્યાપ્ત અવસ્થા સહિત હય, સર્વથી વિશુદ્ધ પરિણામ હોય તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામવાને ગ્ય હોય છે અને આદિ શબ્દથી જાતિસ્મરણજ્ઞાન, જિનબિમ્બ દર્શન વિગેરે લેવાં.
સમ્યક્ત્વની પ્રાપ્તિને ઉપાય. दैवात् कालादिसंलब्धौ प्रत्यासन्ने भवार्णवे । भव्यभावविपाकाडा जीवः सम्यक्त्वमश्नुते ॥४१९॥ અર્થ - દેવગથી વિશેષ પુણ્યોદયથી) કાલાદિ લબ્ધિઓની પ્રાપ્તિ થવાથી તથા સંસાર સમુદ્ર અ૯૫ રહી જવાથી તથા ભવ્ય ભાવને વિપાક જે સમયે આત્મામાં મિથ્યાત્વકર્મને ઉદય રહે છે, તે સમયે તે ભવ્યત્વભાવનું અપકવપરિણમન (અશુદ્ધ અવસ્થા) રહે છે. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે તે ભાવનું વિપકવ પરિણમન થઈ જાય છે અર્થાત્ તે પોતાના સ્વાભાવિક ભાવરૂપ પરિણતિ શરૂ કરે છે.