________________
(૪૭૭
શકતું અને વચમાં ક્યાંય ક્રમભંગ થઈ ગયા હોય તે તે ગણત્રીમાં ન આવે, એમ સંક્ષેપથી કહ્યું એટલું વિશેષ સમજવાનું છે કે આ પરિવર્તનનાં કર્મ નેકમ એમ મૂળમાં બે ભેદ થઈ જાય છે - જેમાં કાર્મણ દ્રવ્યને ગ્રહણ કરવા અથવા છોડી દેવાને સંબંધ છે, તે કર્મ દ્રવ્ય પરિવર્તન કહેવાય છે અને જેમાં
કર્મ પુદ્ગલ પરમાણુઓનો સંબંધ છે, એને કર્મ પુદગલ પરિવર્તન કહે છે તેના અડધાભાગને અદ્ધપુલ પરાવર્તન કાળ કહે છે, એટલે સંસાર બાકી રહે પરંતુ એક સમય પણ અધિક ન હોય, (તેનું વિશેષ સ્વરૂપ ગેમસાર છવકાંડ તથા સર્વાર્થસિદ્ધિથી જાણી લેવું)
જે કઈ ભવ્ય જીવને સંસાર પરિભ્રમણ કાળ વધારેમાં વધારે અદ્ધ પગલ પરાવર્તન અને થોડામાં થોડે અન્તર્મુહૂર્ત બાકી રહે છે, તે જીવ નિશ્ચય સમ્યગ્દર્શન ગ્રહણ કરીને ચતુર્ગતિ રૂપ સંસારને અંત લાવવાવાળા મેક્ષના સુખને અ શે પ્રત્યક્ષ અનુભવ કરે છે. જે સમયે જીવને સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે ત્યારથી આત્મગુણ પ્રગટ થવા લાગે છે અને સાંસારિક દેષ નાશ થતા જાય છે. ઉપર બતાવેલ અદ્ધ પુદગળ પરાવર્તન કાળ બાકી રહે, અધિક ન રહે, તે સમયે કર્મથી સદાય મલિન અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય આત્મામાં પ્રથમ ઉપશમ સમ્યકત્વ ગ્રહણ કરવાની યેગ્યતા પ્રગટ થઈ જાય છે. તે સમયે આત્મા અવશ્ય પ્રથમ ઉપશમ સમ્યકત્વને ગ્રહણ કરી શકે છે તે પ્રથમ સામાન્ય કાળલબ્ધિ કહી. બીજી કાળલબ્ધિ સ્થિતિની અપેક્ષાથી છે તે કહે છે - જીવ સમયે સમયે વિશુદ્ધ પરિણામેથી વધતે વધતે નિર્મળતા