________________
૩૮૩
જે ઉપાયથી મોક્ષને માગ) ઉપેય મોક્ષની પ્રાપ્તિ થાય તે જ મુમુક્ષુએ કરવા છે–તેની ભાવના સદાય ભાવવા ચોગ્ય છે. મુમુક્ષુ જીવ ભાવના ભાવે છે કે – “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદમય એક સ્વભાવરૂપ છું. હું સંક૯૫ વિકપરહિત નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું, હું મારા પોતાના નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્રમાં તન્મયરૂપ જે નિશ્ચયરત્નત્રયમય નિર્વિકલ્પ સમાધિભાવથી ઉપ્તન્ન જે વીતરાગ સહજ આનંદરૂપ સુખના અનુભવરૂપ જે સ્વસંવેદન જ્ઞાન છે તે દ્વારા હું અનુભવવા ચગ્ય છું. જાણવા ગ્ય છું, પ્રાપ્ત કરવા
ગ્ય છું: અર્થાત્ હું તે અનુભવરૂપી રસથી ભરપૂર છું. હું રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, માન, માયા, લોભ, પંચેન્દ્રિયના વિષય વ્યાપાર, મન, વચન, કાયના વ્યાપાર ભાવકમ દ્રયકર્મ અને કર્મ, પૂજા પ્રસિદ્ધિ, લાભ, દેખેલ સાંભળેલ અને અનુભવેલ ભેગોની ઈચ્છા રૂપી નિદાનશલ્ય માયાશલ્ય, મિથ્યાશલ્ય આદિ સર્વ વિભાવ પરિણમેથી રહિત શૂન્ય છું ત્રણ લેકમાં ત્રણકાળમાં મન, વચન, કાય, કૃત, કારિત, અનમેદના એમ નવ પ્રકારેથી હું શુદ્ધનિશ્ચયનયે શુદ્ધ છું, તેમ સર્વ છે પણ શુદ્ધ છે.” એમ ભાવના ભાવવા ગ્ય છે. જેથી મોક્ષ સ્વરૂપ પોતાના શુદ્ધપરમ પરિણામિકભાવને લાભ થાય.
કારક પક્ષ નું સ્વરૂપ.. पुचपरिणामजुतं कारणभावेण वट्टदे दव्यं । उत्तरपरिणामजुदं तं चिय कज्ज हवे नियमा ॥३९६॥